________________
૪: વિશ્વશાન્તિ
આજનું પ્રવચન “વિશ્વશાન્તિ ઉપર રાખ્યું છે.
વિશ્વશાન્તિ કણ ન ઈચ્છે? પરંતુ ઈચ્છવા માત્રથી આવી મળે એવી એ વસ્તુ નથી. એક નાનકડા પદાર્થો મેળવવા માટે પણ મૂલ્ય ચૂકવવું પડે છે. તે વિશ્વશાન્તિ માટેનું મૂલ્ય ચૂકવવાની તમારી તૈયારી આજે કેટલી છે? કે પછી મફત મળતી હોય તે માણવા જેટલી જ તૈયારી છે. - આજે જગતમાં અશાન્તિ છે તેની ના નહિ, કેટલેક સ્થળે એ અશાન્તિની ઉગ્રતા પણ જણાય છે તે બાકીના સ્થળમાં અપ્રકટપણે પણ અમલ તે માટે ભાગે અશા ન્તિને જ કળાય છે. આજે ય અનેક સ્થળે યુદ્ધની આગ સળગી રહી છે. રોજનાં સેંકડે માણસો બેઘર બની રહ્યાં છે. ભર્યાભાદર્યા ભવન છેડી દઈને જાન બચાવવાની આશાએ અનેક સ્ત્રી-પુરૂષે એક દેશમાંથી બીજા દેશમાં ચૂપચાપ સ્થળાંતર કરી રહ્યાં છે. કેઈ બહેનને ભાઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org