________________
વતન્ત્રતાના માગે
માટેના ન્યાયપૂર્ણ સત્કાર્યોંમાં તમે જોડાઈ જાઓ! જુએ, જગત તમારી વાહવાહ કરે છે કે નહિ?
સમ્રાટ વિક્રમાદિત્ય ગયા અને છતાં તેમનું નામ રહ્યું, તેનું કારણ શું?
એજ ને કે તેઓ પરદુ:ખભાજક હતા.
૫૮:
તમને તમારૂં દુ:ખ જેટલુ સાલે છે એટલું પારકાનું દુઃખ સાલે છે? પારકા દુ:ખે દુઃખી થવાની સાત્ત્વિકતા જો તમે નહિ પ્રકટાવી શકે તેા ધર્મના માર્ગે આગળ વધીને સાચી સ્વતન્ત્રતા હાંસલ પણ નહિ કરી શકે. ‘પાડોશીનાં પિત્તળનાં અને મારા ખર્ચે સેાનાના’એ ન્યાય સાચી સ્વતન્ત્રતાના માર્ગોમાં હરગીઝ નહિ નભે, માટે દિલના દિલાવર અનેા. વાણી વાટે મધુરતા વહેવા ઢો. કડવા વેણુ કાઢીને બીજાને હલકે ન પાડો.
જેને પ્રતિષ્ઠા પ્યારી હેાય છે તે બીજાની એઇજજતી કરી ન શકે એમ મનાવિજ્ઞાન કહે છે, પરંતુ પ્રતિષ્ઠાને બદલે પ્રતિષ્ઠાના અહે' પાછળ પાગલ માનવા એમ જ સમજતા હોય છે કે બીજાને હુલકી નજરે જોવાથી પેાતાની મહત્તા ઈજજત વગેરે સ્થાપિત કરી શકાય છે પણ એટલું તે વિચાર કે જે પળે તમે સામાને હલકી નજરે જુએ છે, તેજ પળે નજરને નીચે લઈ જવારૂપ પતનના તમે ભાગી અનેા છે, જ્યારે સામાનું તેનાથી કાંઇ જ બગડતું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org