________________
૮૭;
સફળતાનાં પાન:
અહીં તમે પદવી માટે પારકાની પળસી પણ કરે છે, બે બદામના માણસની ખુશામત કરતાં પણ ખચકાતા નથી, કારણ કે અંદર અહં જેમ નાચવે છે તેમ નાચીને તમે ભવમંડપની શોભામાં વધારો કરે છે
સ્વતંત્રતાની તમારી વાતો જે સાચી હોય તે તમે તમારી જાતને દુન્યવી પદના બંધનમાં નાખવાની હામ ભીડી શકે ખરા?
કહેવું જોઈએ કે સ્વતંત્રતા એ ક્યા બાગનું ફૂલ છે, એની જેઓને મુદ્દલ ગતાગમ નથી એવા આજે સ્વતંત્રતાના નભે એલફેલ બોલે છે, એ ખરેખર આશ્ચર્ય છે
નાના-મોટા પ્રત્યેક પદને સીધો સંબંધ પાત્રતા સાથે હોય છે. દેવાધિદેવના પરમ તારક શાસનને પામ્યા પછી પણ જે આપણે પરમપદને પાત્ર નહિ બનીએ તો કયારે બનીશું ? ચોર્યાસીના ચકકરમાં પડીને શું આપણે ઓછા રબાયા છીએ કે હજી પણ એ ને એજ ચક્કર તરફ આપણે ઝોક ટકી રહેલે જણાય છે?
કામ સારાં કરે, આપોઆપ તમારું નામ લોકજીભે રમતું થઈ જશે. પ્રતિષ્ઠાને પૈસા વડે ખરીદવાની ચીજ સમજીને આજે માનોએ પિસા તેમજ સાચી પ્રતિષ્ઠા બંનેની આબરૂ ધૂળમાં મેળવી છે. આત્માની સ્વતન્ત્રતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org