________________
૮૫:
સફળતાનાં સોપાન:
ભારતીય સંસ્કૃતિની સુવાસઃ
છાશ છાંટવાથી દર્ભનું ખેતર સમૂળ ઉજજડ બની જાય છે, તેમ જીવનમાં ભારતીય સંસ્કૃતિને અપનાવવાથી, સ્થૂલ પદાર્થોને મેહની જડ, મૂળમાંથી ઉખડી જાય છે અને વ્યક્તિ, સાચી સ્વતન્ત્રતાના માર્ગે આગળ વધી શકે છે ભારતીય મહાસંતો અને મહાસતીઓના વિશ્વકલ્યાણકર જીવનપ્રવાહને હેમખેમ આપણા સુધી પહોંચાડનારી ભારતીય સંસ્કૃતિનાં અમીપાનથી તમારે અંગે, અંગે સમતાના સમીરવાશે, શાન્તિના સૂર રેલાશે. ત્યાગને સાચો મહિમા સમજાશે.
આપણે ત્યાં વીંટીને હાથની શોભા નથી ગણી, પરંતુ દાનને હાથની શોભા તરીકે સ્વીકાર્યું છે, તેજ રીતે હૈયાની શોભા દયા છે જે રીતે સરોવર સ્વચ્છ જળ વડે શેભે છે. આંખની શોભા અમી છે. આ અમીને સંતોષનું સત્વ પણ કહી શકાય. જ્યારે વાણીની શોભા મધુરતા છે. તમારી પાસે કેટલું ધન છે, એનું અમારે મન કેઈ મહત્વ નથી, એ ધનમાંથી તમે કેટલું દયા દાનાદિ પાછળ ખર્ચો છે? તેજ અમારે મન મહત્વનું છે. ધન વડે ભેગનાં સાધનો વસાવશે તો તે સાધને તમારા આત્માની સ્વતંત્રતાને ભાગ લેશે. દિલમાં દયાના દિવ્ય ઝરણાને બદલે હુંપદને કાયમી સ્થાન આપશે તે આ દુનિયામાં તમે ઠેર, ઠેર ઠોકર ખાશે, કઈ તમને મીઠે આવકાર પણ નહિ આપે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org