________________
સ્વતંત્રતાના માગે :
જે મહાન તે સિકંદર પણ પિતાના અગણિત પાપકૃત્યોને કારણે મરણ ટાણે “બિચાર” બની ગયે.
માટે કહીએ છીએ કે પૂર્વ પુણ્યના ઉદયે મળેલી સાધન સામગ્રી તેમજ શક્તિ ઉપર મમત્વની મહોર ન મારશે! મમતા મારક છે. એ તમને સહુના શત્રુ બનાવી દેશે અને અણિના સમયે સામું પણ નહિ જુએ. પત્ની, પુત્ર તેમજ પરિવાર પૂરતું બંધિયાર જીવન જીવવા જશો તે એ જીવનની દશા બંધિયાર જળાશય જેવી થઈ જશે. અંદરની પવિત્રતા આસ્તે, આસ્તે દુધમાં બદલાઈ જશે.
માઝા ત્યાગમાં છે, નહિ કે રાગમાં. મારું મારશે, અ-મારું તારશે.
વસ્તુ ઉપરને મેહ તમારી પાસે ન કરવાનાં પાપ કરાવશે, તમારા આત્માને અધિક પરાધીન બનાવશે, જ્યારે તેજ વસ્તુ ઉપર જે તમે મમત્વની મહેર નહિ મારે તે તમારા હૈયામાં તેના માટે મોહ પેદા પણ નહિ થાય અને તમે તેના માટે પાપાવૃત્તિ સેવવાની હદ સુધી નીચા પણ નહિ ઉતરો.
ઓછા સગાવાળું બંધિયાર જીવન અને જગત અમને અકારું લાગ્યું એટલે ત્રણ જગતના બધા જ છે સાથે સાચી સગાઈ સાંધી આપનારા ધર્મને અમે ચઢતા પરિણામે ત્રિવિધે સમર્પિત થયા. સમર્પણમાં આત્મસ્વાવ્યની ખરી ખુમારી અનુભવી શકાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org