________________
સફળતાનાં પાન
પ્રદેશને ખંડિત કરી શકતા ન હોવા છતાં આત્માની સાચી સ્વતન્ત્રતાને ગોપવવામાં ગજબને ભાગ ભજવે છે.
સ્વતન્ત્રતાની વાત કરનારા, કઈ સ્વતન્ત્રતાની વાતે કરે છે? આત્માની સ્વતન્ત્રતાને લૂંટી લેનારા વિષય અને કષાયરૂપ લૂંટારાઓની સ્વતન્ત્રતાની કે આત્માની સ્વતંત્રતામાં સહાય કરનારા ન્યાય – નીતિ પરાયણ જીવનની સ્વતન્નતાની? બિચારે સિકંદરઃ
પદ, પ્રતિષ્ઠા, ઐશ્વર્ય અને સત્તાની પાછળ પાગલ બનેલ સિકંદર, સાથે શું લઈ ગ?
એ સિકંદરને જ્યારે એમ લાગ્યું કે હવે હું બચવાનો નથી ત્યારે તેણે પિતાના મુખ્ય માણસોને પિતાની આખરી ઈચ્છા જણાવી. એ ઈચ્છા શી હતી તે જાણે છે ? એ જ કે મારા મરણ પછી મારો જનાજે નીકળે ત્યારે મારા બંને હાથ એ જનાજાની બહાર બરાબર લટકતા રાખજે અને મારા સઘળા દો, હકીમે તેમજ નજુમીઓને મારા જનાજાની આગળ રાખજે કે જેથી સહ સમજી શકે કે લાખોનાં લેહી વહેવડાવનાર સિકંદર છેવટે ખાલી હાથે જ જગત છેડી રહ્યો છે. તેના વૈદે કે નજુમીઓ પણ તેને છેલ્લી ક્ષણે બચાવી શક્યા નથી. સિકંદરના અંતિમ જીવનકાળને ઈતિહાસ વાંચવાથી તમને તેની હૃદયવ્યથાને ખ્યાલ આવશે. કહેવાતો હતો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org