________________
વતન્નતાના માગે :
૮૦: આત્માનું જુઓ! તેના માટે શાસ્ત્રરૂપી દર્પણમાં મનની આંખને બરાબર પરે.
પ્રદર્શન તે વેચવાની વસ્તુનાં હોય.
માનવદેહ અણમલ તે લેખાય જે તમે તેના વડે આત્માની સ્વતંત્રતાને હાંસલ કરવાની ધર્મધ્યાનાદિ પ્રવૃત્તિ આદરી શકે, નહિતર એજ દેહ પશુથી પણ બદતર બની રહે.
શરીરમાં જેટલી રેમરાજ છે એટલા રેગે છે. પરંતુ પુણ્યના પ્રભાવે તે અંકુશમાં રહેતા હોય છે. છ ખંડના સ્વામી સનતકુમાર ચક્રવર્તીનું રૂપ અને તે રૂપને તેમને ચઢેલો મદ જગજાહેર છે.
સનકુમાર સ્નાનગૃહમાં બેઠા છે. ઉઘાડા તેમના દેહમાંથી રૂ૫ વરસી રહ્યું છે. બ્રાહ્મણને વેશ ધારણ કરીને આવેલા દેવે તે રૂપ જોઈને ચક્તિ થઈ જાય છે. તેમને થયું કે દેવલોકમાં આપણે સાંભળેલી ચક્રવતીના રૂપની પ્રશંસા સાવ સાચી છે. આપણે ફેરો સફળ થયો. ચક્રવતીના રૂપથી અંજાઈને બ્રાહ્મણરૂપધારી તે દેએ ચકવર્તી સમક્ષ તેના રૂપના ખૂબ વખાણ કર્યા, વખાણ સાંભળતાની સાથે જ ચક્રવર્તી પગથિયું ચૂકી ગયા. તેમને રૂપનો મદ સ્પર્શી ગયે. તે મદમાં ને મદમાં તેમનાથી બેલાઈ ગયું કે “મારું રૂપ જ જેવું હોય તે હું જ્યારે સર્વ વસ્ત્રાલંકાર ધારણ કરીને સિંહાસને આરૂઢ થાઉં ત્યારે જે જે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org