________________
૭૯:
સફળતાનાં સોપાનઃ
કે પૈસાની પૂજામાં પાગલ ન બનવાની તમને ખાસ ભલામણ છે.
પંડની પૂજા એટલે દેહભાવને આફરે. આ આફરો તમને હતા નહતા કરી નાખે તે પહેલાં આત્મામાં ડોકિયું કરો, તેના તેજમાં તમે સ્નાન કરો. સમતાભાવનું આંખમાં અંજન કરે
પૈસા પાછળની આંધળી દોટ, તમને ભવરૂપી કૃપમાં ધકેલી દેશે, તમે વધુ પરાધીન બનીને વધુ દુખી થશે, કારણ કે પરાધીનતાને સીધે સંબંધ દુઃખ સાથે છે, જે પરાધીન હોય તે સુખી ન જ હેય. જો પરાધીનતામાં સુખને અંશ પણ રહેલ હેત તે સ્વતન્નતા કાજે ત્યાગનો સાચે માર્ગ સ્વીકારવાની આજ્ઞા, ઉપકારી ભગવંતોએ ન ફરમાવી હોત.
રૂપમદઃ
કોઈ રૂપમદ ન કરશો. રૂપ એ કાયમી ટકનાર વસ્તુ નથી. જેવું તે સવારે હોય છે તેવું સાંજે નથી હતું, સાંજે હોય છે તેવું બીજા દિવસે નથી હોતું. રૂપાળી તેમજ સુંવાળી ચામડી તરફ મોચીને મેહ હોય, નવતત્વના જાણકારને નહિ.
દેહના રૂપમાં રાખ્યું છે શું? એ તો છે અંદરની અશુચિનું માત્ર મોહક ઢાંકણ. રૂપ જેવું જ હોય તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org