________________
૭પ
સફળતાનાં પાન:
જેના ચોપડાની, ચિત્રગુપ્તના ચેપડા જેટલી જ ઈજ્જત થતી જેને ખોટે કહેવાની હામ ભલભલા ભડવીર પણ ભીડી ન શકતા તે ભારતીય વેપારીના ચેપડાની આજે જાહેરમાં જે બેઈજજતી થઈ રહી છે તેનાં કારણેની તપાસમાં તમે કયારેય ઊંડા ઊતર્યા છે ખરા ?
માની લઈએ કે આજની સરકાર પાશ્ચાત્ય જીવનપ્રણાલિને વરેલી છે, એટલે તે ભારતીય જીવન પ્રણાલિને વરેલા આત્માઓની નીતિ-રીતિ સાંખી શક્તી નથી, પરંતુ આજની સરકારના આ ભ્રામક દૃષ્ટિકોણ સિવાય તમારા ચોપડાની બેઈજતી માટે તમે લવલેશ જવાબદાર નથી એમ શું તમે છાતી ઉપર હાથ મૂકીને બેસી શકે એમ છે ખરા?
પૈસાને ન્યાય-નીતિના ગરણે ગળીને તમે ગલ્લામાં મૂકે છે કે એમને એમ? પૈસા જેટલી જ મારી તમને પ્રામાણિક્તા છે ખરી? પ્રાણને પરત~ બનાવનારી અપ્રામાણિક્તા પૈસા માટે તમે આચરી શકે છે તેને ખેદ તમને થાય છે ખરો?
ત્રણ જગતના નાથ શ્રી અરિહંત પરમાત્માની ભક્તિમાં તમે જે દ્રવ્ય વાપરે છે તે નીતિની જ કમાઈનાં હોવાં જોઈએ તે તે જાણે છે ને? ભક્તિમાં સાચા ભાવ, જે તમારાં દ્રવ્ય નીતિની કમાઈનાં હશે તે જ તમારા હૈયામાં જાગશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org