________________
તત્રતાના માર્ગે
વસ્ત્ર ચેખું થાય છે ચેખા પાણી તેમજ સાબુથી, નહિ કે ખાળકૂડીના પાણી તેમજ કેલસાથી; તેજ રીતે આત્મા પવિત્ર બને છે શુભ ભાવરૂપી જળ તેમજ શુદ્ધ દ્રવ્યના વિધિપૂર્વકના અભિષેકથી. | ગમે તેનું દિલ દુભવીને અન્યાયના માર્ગે મેળવેલું દ્રવ્ય તમારા આત્માને વધુ પરત~ બનાવશે, તમારા જીવનની શક્તિ હરામ કરી મૂકશે.
અનીતિની કમાઈને પિસાથી ખરીદેલાં દ્રામાંથી બનેલે ખેરાક પેટમાં જાય છે તે પણ સંસ્કાર તેમજ વિચાર ઉભયની પવિત્રતાને તે અભડાવે છે તે તો તમે જાણે છે ને?
જે કદાચ ન જાણતા હો તો ન્યાય-નીતિને વરેલા ગૃહસ્થને ઘેર એક દિવસ જમજે અને વળતા દિવસે એવા એક ગૃહસ્થને ઘેર જમવા જજે કે જે અનીતિના માર્ગે ધન રળતો હોય. અને એ બંને દિવસ દરમ્યાન કયા દિવસે કેવા વિચારો તમને સ્પર્શી ગયા તેની ઝીણવટ ભરી તપાસ જે તમે શરૂ કરશે તે તમને તત્કાલ નીતિની કમાણીના દ્રામાં રહેલી તાકાતનો સાચો અનુભવ થઇ જશે.
વાપરતાં, વાપરતાં કેળિયામાં કાંકરે આવી જાય છે એટલે મેં કેવું વિલું પડી જાય છે. સમગ્ર દેહત~ કેવું હાલી ઉઠે છે તેમ આત્માની સ્વતંત્રતાના સાચા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org