________________
સ્વત્રતાના માર્ગે
૭૪ :
ધન-પૂજા:
પૈસે એ પૂજવાને પદાર્થ નથી, પરંતુ પૂજ્યની પૂજા પાછળ સાર્થક કરવાનું સાધન છે, તેમ છતાં એ પૈસા માટે તમારી બજારમાં છપનાનું પાપ પિતાના શિરે ઓઢનારા ભાઈઓ પણ વસે છે તે જાણુને અમારા કાળજા કપાઈ જાય છે.
પ્રભુશાસનને પામેલે આત્મા પૈસા પાછળ આંધળે બને તે તે આ કાળનું એક આછેરું જ ગણાય! પૈસે પુણ્યાધીન છે, પુણ્ય ભાવપૂર્વકની દેવ-ગુરૂ તથા ધર્મની આરાધનાના પ્રભાવે બંધાય છે, ભાવપૂર્વકની ધર્મારાધના આત્માની સાચી પ્રભુતા-સ્વતન્ત્રતાને પ્રકટ કરે છે. માટે પ્રભુના સ્થાને પૈસાની પ્રતિષ્ઠા કરવાનો મહાઅપરાધ ન કરશે. નહિતર ત્રણ લોકમાં ક્યાં ય ઠરીને બેસવાની જગ્યા પણ તમે નહિ મેળવી શકે.
પૈસા માટે, કાળી રાતે વરસાદમાં ગામતરૂં કરતાં તમે હર્ષ અનુભવે છે. જ્યારે આત્માને સ્વતન્ત્ર કરનારી ધાર્મિક કિયા તમે ભાગ્યે જ એવા હર્ષ પૂર્વક કરો છે તેનું કારણ તમે કદી વિચાર્યું છે?
મેહને વશ થઈને તમે ભલે પૈસા પાછળ તમારી જાત ઘસી નાખે તેમ છતાં જો તમારું ભગપુણ્ય પહોંચતું નહિ હોય તે એ પૈસામાંથી એક રાતી પાઈ પણ તમે તમારા માટે નહિ વાપરી શકે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org