________________
૭૩ :
સફળતાનાં સોપાન:
સેવા લેવી જોઈએ કે અમર એવા આત્માને શરીરની સેવામાં રાક જોઈએ?
કંઈક તે વિચારે!
શરીરની સફાઈ પાછળ આજ સુધીમાં તમે સેંકડો ટન પાણી વહાવી દીધું, તેમ છતાં તે પૂરા વીસ કલાક માટે, તમને ચોખું જણાય છે? તે પછી થોડે સમય આત્માની પવિત્રતા પાછળ સાર્થક કરવામાં તમને વધે છે નડે છે?
આવી પંડ-પૂજા તમને સર્વત્ર અપૂજ્ય બનાવી દેશે એ ન ભૂલશો!
શરીરને રોગ તમને જેટલા સચિંત બનાવે છે એટલા સચિંત તમે કયારે ય આત્માના રોગ સંબંધી બન્યા છે ખરા ? શરીર માટે તમે સારામાં સારા વૈદ યા દાક્તર પાસે દોડી જવામાં જરા જેટલે પણ વિલંબ સહન કરી શકતા નથી, જ્યારે આત્માના રોગની સાચી દવા આપનારા પૂજ્ય મહાત્માઓની નિશ્રા સ્વીકારતાં તમે તમારી બધી જ સાનુકૂળતાઓને વિચાર કરો છો તે શું સૂચવે છે?
એજ કે આજે તમને જેટલી તમારા શરીરની પડી છે એટલી આત્માની પડી નથી. જો તમને આત્માની પડી હતી તે તમારા જીવન જુદાં જ હોત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org