________________
સ્વતન્નતાના માર્ગ:
૭૦૪
મન ફાવે ત્યાં હરવાફરવાની તેમજ ગમે ત્યારે ગમે તે ખાવાપીવાની છૂટ એ સાચી સ્વત્વતા નથી, પરંતુ સરિયામ સ્વચ્છતા છે. સાચી સ્વતંત્રતાની આગવી તાસીર છે, અને હવા છે. તે હવામાં એ જેમ હોય છે કે તેની અસર નીચે રહેનારા જીવો, બીજા ને પરતત્ર બનાવવાનો વિચાર સુદ્ધાં કરી શકતા નથી અને જીવન એ રીતે વીતાવે છે કે જેથી આત્માનું ભવદાસત્વ ઉત્તરોત્તર ઓછું થતું જાય.
સ્વતન્ત્રતાની તમારી આજની વાતો સ્થૂલ તેમજ એકાંગી છે. તમારી તે વાતમાં કયાંય આત્મ-સ્વાતવ્યને અણસાર પણ છે નહિ. ઈન્દ્રિયોના અશ્વોને બે લગામ બનાવી મૂકે એવી સ્વતંત્રતા શા કામની ? ઉપકારક મર્યાદાઓને ભંગ કરવાની હદ સુધીના પતનમાં પણ પિતાને સ્વતન્ત્ર સમજવાની કરમત તે તમે જ કરી શકો!
સ્વતન્નતાના ઉન્માદમાં પુષ્પ જે પળે, શાખા સાથેને પિતાને સંબંધ તોડી નાખે છે, મુક્તવિહારના નાદમાં જળને પ્રવાહ જે પળે સરિતા સાથે પોતાને સંબંધ તેડી નાખે છે. પ્રગતિની ધૂનમાં નારી જે પળે ઉપકારક નિજ વડીલેની છાયા છોડી દે છે તે પળથી તેમની સ્વતંત્રતાની સાચી શરૂઆત નથી થતી, પરંતુ પદભ્રષ્ટતાને પ્રારંભ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org