________________
૬૭૪
સફળતાનાં પાવઃ
શક્તિ લગભગ કુંઠિત થઈ ગઈ છે. ખાદ્યાખાદ્ય, પૈયાપેચ અને ગમ્યાગમ્ય વિવેક પણ તે ચૂકતે જાય છે.
સંસારની પવિત્રતાની આધારશિલારૂપ નારીના શીલની રક્ષા માટે જે અદ્દભુત વ્યવસ્થા આ દેશમાં અગાઉ હતી, તે પણ દિનપ્રતિદિન ખેરવાતી જાય છે અને તે પણ નારીની જ પ્રગતિના નામે!
દેહને શણગારનું માત્ર સાધન કે ભારતીય નારી અગાઉ મુદ્દલ સમજતી નહિ. જાહેરમાં ગમેતેમ ફરવાની કુટેવ, ભારતીય નારીના જીવનમાં ઘર કરી શકે તે ઘટના ખૂબ જ ચિંતાજનક ગણાય હૈયાના નિર્મળ ભાવની છાયા નિજ વદન પર લઈને જીવનને દીપાવનારી આર્યકન્યાઓની સાચી શિક્ષણ સંસ્થા છે પિતાનું પિયર, નહિ કે આજની રતની સંસ્થાઓ તેમજ શાળાઓ.
દૂધના વાસણમાં ભૂલથી પણ દહીંને ફેર પડી જાય છે, એટલે એમ કહેવાય કે “દૂધ ફાટી ગયું.” તેજ રીતે જીવનના પવિત્ર પ્રવાહમાં વિકૃતિને વાયરો દાખલ થાય એટલે તે જીવન પણ તત્કાલ માટે ફાટી ગએલું અથવા મેક્ષમાર્ગથી ભ્રષ્ટ થઈ ગએલું જ ગણાય.
પાંચ ઇન્દ્રિયના ભેગની જે ભયાનક દુર્ગધ વડે આજનું વાયુમંડળ દુષિત થયું છે, તેને શુદ્ધ કરવા માટે, તમારે સહુએ ભાવથી શ્રી પંચ પરમેષ્ઠિ ભગવંતની ભક્તિમાં જોડાઈ જવું જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org