________________
સાચા સુખને માગ:
જ
મનને મૈત્રી આદિ ભાવનાઓમાં રમતું રહેવાનું વ્યસન પડે એવી આંતરિક હવા સત્સંગજન્ય સંસ્કારના પ્રભાવે, તમે તમારા જીવનમાં જન્માવી શકશે. દુર્વિચારને કાળા કૂચડે મનના મેં ઉપર ફેરવીને તમે જીવનને દીપાવી નહિ શકે!
આજને માનવી
આજના શિક્ષણ-સાહિત્ય અને સીનેમાએ તમારા જીવનમાં જે ગજબની ઉપલપાથલ કરી છે તેને તમને ખ્યાલ આવે છે ખરે? ભારતીય સંસ્કૃતિના મહાપ્રવાહમાં કેવી કેવી વિકૃતિઓ દાખલ થઈ ગઈ છે તે તમે જાણે છે?
એક કાળે જે પ્રજાને મન, જીવનની પવિત્રતા પ્રાણથી યે પ્યારી હતી, તે પ્રજા આજે ભેળસેળીઆ જીવનને લાડ લડાવવામાં સુખ અનુભવી રહી છે, તે કે ગજબને વિનિપાત ગણાય?
પૂર્વ પુરુષોએ સ્થાપેલી ઉપકારક મર્યાદાઓને બીન જરૂરી બંધન સમજીને ઠુકરાવી દેવામાં તમે જીવનની પવિત્રતાને હુકરાવી રહ્યા છે. જીવનની શાન્તિને જાકારો દઈ રહ્યા છે એ સમજાય છે ખરું?
ઈન્દ્રિયોની ચળને પંપાળનારો આજને માનવી, જીવનરૂપી ઈમારતના મૂળમાં લૂણે ચાંપી રહ્યો છે. વિકૃતિ અને સંસ્કૃતિ વચ્ચેના ભેદને પારખવાની તેની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org