________________
૬૫:
સફળતાનાં સોપાન:
યાદ રાખો ! મનરૂપી રાજહંસને હોય ચારો સુવિચારરૂપી મોતને, એને દુર્વિચારના ઉકરડે જવાનું મન થાય એ બીના માનવ માટે શરમજનક ગણાય. સુખના અન્ય સાધનોઃ
સાધુ પુરુષની સેવા, મત્રી આદિ ભાવનાઓ સત્સંગ અને શાસ્ત્રશ્રવણ એ પણ સાચું સુખ પમાડનારાં ઉત્તમ આલંબને છે.
આ પડતા કાળમાં સાધુસંતોની સેવાને સુયોગ, જીવ, મહાપુણ્યના ઉદયે મેળવી શકે છે. આ સુગના પ્રભાવે માનવીમાં અંતર્મુખતા ખીલે છે અને સુખ મેળવવા માટે બહાર દોડ દોડ કરવાની અવિદ્યાજન્ય વૃત્તિ અંકુશમાં આવે છે
મહાકાય વડલાની છાયામાં જનારને પંખાની જરૂર નથી રહેતી તેમ સાધુસંતોની નિશ્રા જેમને મળી જાય છે તેમને અપૂર્વ શાન્તિને અનુભવ થાય છે. સાધુસંતોની નિશ્રાના પ્રભાવે શાસ્ત્રશ્રવણની સાનુકૂળતા વધે છે. શાસ્ત્ર શ્રવણ આત્મહિતચિંતનને ખોરાક પૂરો પાડે છે. જીવને પડતે બચાવવાનું બળ જીવનમાં પેદા કરે છે. આલેક અને પરલેકના ક્ષણિક સુખની લાલસા સિવાય, પિતાના ઉપકારી છે, એમ સમજીને સાધુસંતની સેવામાં પિતાની શક્તિને સાર્થક કરવાથી, જીવનમાં ન ઉજાસ ફેલાવી શકશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org