________________
મેં જ યુવાન હતો અને મૃણાલવતી યુવાવસ્થા વટાવી ચૂકી હતી. તેમાં ચહેરા પર કરચલીઓ પડી ગઈ હતી તેથી તેને કયારેક શરમ પણ આવતી. ઘણી વખત તે ઉદાસ થઈ જતી. તેનો મોહપાશમાં ફસાયેલો મુંજ ક્યારેક કહે : “મૃણાલ!"તારું યૌવન" તો સાકરના ગાંગડા જેવું છે, જેના ભલે ઘણા ટુકડા થાય તે પણ તે મધુર જ લાગે છે.” મુંજની આવી મેહભરી વાણી સાંભળી મૃણાલવતી ખુશખુશાલ થઈ જતી.
મુંજના બુદ્ધિશાળી મંત્રીઓને રાજાને બંદીગૃહમાંથી છોડાવવા માટે એક ગુપ્ત યોજના બનાવી. મુંજે આ પેજના મૃણાલવતીને બતાવી દીધી અને સાથે ચાલવા માટે ખૂબ જ આગ્રહ કર્યો. મૃણાલવતીએ વિચાર્યું કે રાજાના રાણીવાસમાં તે એક એકથી ચઢે તેવી સુંદર રાણીઓ છે, એમને લીધે પછી રાજા મારી સામે પણ નહિ જુએ. મને ત્યાં તરછોડી દેશે. આથી હું રાજાને અહીંથી નહિ જવા દઉં.’
મૃણાલે પિતાના ભાઈ તૈલપને મુંજની નાસી જવાની આખીય યોજના સવિસ્તર બતાવી દીધી. - તૈલપે જ્યારે મુંજની એ યેજના સાંભળી ત્યારે તે ખૂબ જ. કધે ભરાયે. મુંજને પિતાની કરણીનાં ફળ ચખાડવા માટે દોરડાથી બાંધવામાં આવ્યું અને વાંદરાની પેઠે ઘેર ઘેર ફેરવી ભીખ માગવા માટે લાચાર બનાવવામાં આવ્યું. મુંજ પરાધીન હતા એટલે કરી પણ શું શકે ?
એક દિવસ મુંજને એક ખેડૂતને ઘેર ભીખ માગવા માટે લઈ જવા. મુંજ તેને બારણે ભીખ માગવા માટે ઊભે રહ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org