SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ અતીતનાં અજવાબ તેણે ભીખ માટે પુકાર કર્યો પરંતુ ખેડૂત-સ્ત્રી આનંદથી પોતાના પાડાને છાશ પિવડાવતી હતી, પ્રેમથી તેને પુચકારતી હતી. અનેકવાર બોલાવ્યા છતાં પણ તેણે મુંજની બૂમ સાંભળી ન સાંભળી કરી દીધી અને પિતાના ખભા ગર્વથી ઉછાળીને ઉપહાસ કરતાં કહ્યું : જેતો નથી હું કામમાં છું તે? હું પહેલાં મારા પાડાને સંભાળું કે તને ભિક્ષા આપું ?” એક ખેડૂત-સ્ત્રીથી આ રીતે ઠપકો સાંભળવાથી મુંજથી ન રહેવાયું. તેણે કહ્યું : “અરે! ભળી કુટુંબવત્સલા ! તારા આ પાડાને જોઈને ગર્વ ન કર. રાજા મુંજ પાસે પર્વત જેવા ઊંચા ચૌદસો છેતેર હાથી હતા, એ પણ નથી રહ્યા તે તું તારા આ પાડા માટે અભિમાન શા માટે કરે છે?” એ ખેડૂત વનિતાએ આંખે ફાડીને દરવાજમાં ઊભેલા તે ભિખારીને પગથી માથા સુધી જોયો: “ અરેમાલવપતિ મુંજની શું આ દશા ?” તેના મનની અપાર વેદના આંસુ બનીને વહેવા માંડી. મુંજ આંખે ઉઠાવીને તે સ્ત્રી તરફ ફરીથી જોઈ ન શક્યો. મસ્તક ઝુકાવીને તે તુરત જ ત્યાંથી ચાલતે થે. –પ્રબન્ધચિંતામણિ પૃ. ૧૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004909
Book TitleAtit na Ajwala
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year1975
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy