________________
મહામંત્રી ઉદયન
લાછીબહેનને બોલાવીને કહ્યું : 'આ તમારે સુવર્ણ કળશ આપ સંભાળી લે. તેના પર આપને જ અધિકાર છે.”
લાછીબહેન તે નિસ્પૃહ હતી. તેણે કહ્યું : “જ્યારે મેં તમને મકાન આપી દીધું છે ત્યારે તમારા એ મકાનમાંથી નીકળેલ ધન મારે કેવી રીતે હોય? આ ધન ઉપર મારે કઈ જ અધિકાર નથી. એ તમારા નસીબનું છે, એટલે તમે જ રાખે.”
ઉદાએ ખૂબ જ આગ્રહ કર્યો તે પણ લાછીબહેન એકની બે ન થઈ.
કુશાગ્રબુદ્ધિ તથા પ્રમાણિકતાને લીધે ઉદાની પ્રતિષ્ઠા દિવસે દિવસે વધતી ગઈ. ગુજરાતના ઇતિહાસવિદોને મત છે કે તે જ ઉદ આગળ જતાં ગુજરાતને મહામંત્રી બન્યો. અને ઉદયન નામથી જગવિખ્યાત થયા. મહામંત્રી ઉદયનનો સમય ગુજરાતના ઇતિહાસમાં સુવર્ણયુગ તરીકે પ્રસિદ્ધ છે.
મહામંત્રી ઉદયનની પ્રગતિનું મૂળ શ્રેય લાછીબહેનના નિઃસ્વાર્થ બ્રાતૃપ્રેમમે છે. જ્યાં સુધી ઉદયનનું નામ ઈતિહાસનાં પાનાંઓ કર ચમકતું રહેશે ત્યાં સુધી લાછીબહેનની કીર્તિધ્વજા પણ લહેરાયા કરશે.
–પ્રબંધચિન્તામણિ ૩/૪૨ પૃ. ૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org