________________
અતીતનાં અજવાળાં
અને આનંદથી રહે।. શું બહેનને ઘેર જવામાં ભાઈ તે સાચ થાય ખરા ?'
ઉદ્દો : ‘ બહેન ! હું એકલા નથી, મારી સાથે બાળબચ્ચાં પણ છે. એમને કાં રાખું ?
.
લાછીએ સ્નેહની અમૃતધારા વર્ષાવતાં કહ્યું : ભાઈ ! તમે જરાય ચિંતા ન કરો. મારા ઘરની પાસે જ ખીજું એક મકાન ખાલી પડયું છે. તમે તમારા કુટુંબ સાથે ત્યાં રહે. ધીમે ધીમે બીજી બધી વ્યવસ્થા થઈ જશે. ભાભી, ભત્રીજાએ અને ભત્રીજીએ સાથે હેાય તેનાથી વધુ રૂડું શું ?'
એક અાણ વ્યક્તિ પ્રત્યે લાછીબહેનના નિઃસ્વાર્થ પ્રેમ જોઈ તે ઉદાએ વિચાર્યું : ધન્ય છે એ પવિત્ર ભૂમિ કે જે ભૂમિના કણે કણમાં સ્નેહ નિર્ઝરતી ભાવનાએ ફૅારી રહી છે.’
ત્યાં રહીને ઉદાએ પ્રમાણિકતાથી ઘીને વેપાર શરૂ કર્યો. ભાગ્યે સાથ આપ્યો. વેપારમાં સિદ્ધિ આવી. જ્યારે તેની પાસે થોડુ ધન એકઠું થયું ત્યારે તેણે જૂનું મકાન તોડાવી નવું મકાન અનાવવા ઇચ્છવું. એ માટે તેણે લાછીબહેનની સંમતિ માગી. લાછીએ કહ્યું : - ભાઈ ! હવે એ મકાન પર મારા અધિકાર નથી, એ તે મે તમને કજારનું યે આપી દીધું છે, એટલે તમે જેવું પચ્છે તેવુ કરી શકે છે. મને ખૂબ આનદ થયે કે તમે આટલું કરી શકવા શક્તિમાન થયા.
જ્યારે મકાનને પાયે ખોદાવા લાગ્યા ત્યારે તેમાંથી સુવર્ણ – મુદ્રા ભરેલા એક સાનાના ચરુ નીકળ્યો. ઉદાએ વિચાર કર્યો કે આ સુવર્ણ-કળશ પર મારો સહેજ પણ અધિકાર નથી. તેણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org