SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ અતીતનાં અજવાળાં पर्जन्य इव भूतानामाधारः पृथिवीपतिः । –મેઘની પેઠે જ રાજા સમગ્ર પ્રાણીઓનો આધાર છે. વિદ્વાનના મુખે કુમારપાળે અર્થ સાંભળ્યો તે આનંદિત થઈને બોલ્યાઃ “અહે, રાજાને મેઘની ઉપમ્યા!” ઉપપ્પા” જેવો અશુદ્ધ અને ગ્રામ્ય શબ્દ વાપરવામાં આવ્યું તે પણ કેઈ જ સભાસદે તેને વિરોધ ન કર્યો અને હાર્દિક પ્રસન્નતા વ્યકત કરી, પરંતુ મહામંત્રી પદનું મસ્તક શરમથી મૂકી ગયું. તેના ચહેરા ઉપર ખિન્નતાની રેખાઓ ઉભરાઈ આવી. સભા વિસર્જન થયા પછી કુમારપાળે એકાંતમાં તેને પૂછ્યું કે “મારી વાત સાંભળીને આપનું વદન-કમળ શાથી કરમાઈ ગયું ?' મંત્રીએ ગંભીરતાપૂર્વક કહ્યું : “રાજન ! નીતિનું કથન છે કે રાજા હોય તે સારું છે, ન હોય તે પણ સારું છે, પરંતુ મૂર્ખરાજા હોવો એ તે જરાય સારું નથી. મને હાર્દિક દુઃખ છે કે જે રાજાના અશુદ્ધ અને ગ્રામ્ય શબ્દપ્રયોગ ઉપર પણ જે રાજસભા આનંદ વ્યકત કરે તે રાજ્યમાં વિદ્યાને પ્રચાર-પ્રસાર શી રીતે થાય ? વાણીની દેવી સરસ્વતીની ઉપાસના શું આ રીતે થાય ? આપ જેવા મહાન સમ્રાટના મુખે “ ઉપય” જે અશુદ્ધ શબ્દ સાંભળીને મને અત્યંત દુઃખ થયું છે.' મહામંત્રીની વાત સાંભળતાં જ કુમારપાળને પિતાની અજ્ઞાનતા ઉપર સખત ઘણા આવી. તેણે એ જ વખતે દઢ પ્રતિજ્ઞા કરી કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004909
Book TitleAtit na Ajwala
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year1975
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy