SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ચંદ્રગુપ્ત મૌર્ય ૪૫ ભિક્ષુવેશમાં પરિભ્રમણ કરતાં ચાણકયે જોયું કે આ બાળકમાં આત્મવિશ્વાસ અને મહત્ત્વાકાંક્ષા ગજબનાં છે. તેણે પરીક્ષા લેવાનું વિચાર્યું. જ્યાં ચંદ્રગુપ્ત ઊંચા આસન ઉપર બેઠો હતો ત્યાં જઈ તેણે યાચના ભર્યા સ્વરે કહ્યું : “રાજન ! શું અમને પણ કંઈ દાન મળી શકશે ?” બાળકે ધીરતાથી આદેશ આપ્યો : “ ત્યાં સામે જે ગાય ચરી રહી છે તેમાંથી જે પણ તમને પસંદ હોય તે લઈ જઈ શકે છે.” ચાણકયે સ્મિત કરતાં કહ્યું : “રાજન ! તે ગાયે તે ગામલેકેની છે, તેઓ મને કઈ રીતે લઈ જવા દેશે ?' ક્રોધથી ચંદ્રગુપ્તની ભ્રમરો ખેંચાઈ ગઈ તેણે કહ્યું : “વિપ્રવર શું તમને “વરભેગ્યા વસુંધરાની વાત ખબર નથી ? કેની. માએ સૂંઠ ખાધી છે કે મારા આદેશને હવામાં ઉડાડી દે ?' બાળક ચંદ્રગુપ્ત પિતાનાં સાહસ અને દઢ સંકલ્પને લીધે, સાધનહીન હોવા છતાં પણ યુવાવસ્થામાં સમ્રાટ બની ગયે. ઇતિહાસકારોને મત છે કે તે જૈન હતો અને મૃતકેવલી ભબાહુને અનુયાયી તથા પરમભક્ત હતો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004909
Book TitleAtit na Ajwala
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year1975
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy