________________
અતીતનાં અજવાળાં
જોયું તે નીચે કીડીઓ હરીફરી રહી હતી. બાદશાહના આશ્ચર્યને પાર ન રહ્યો. તેને જૈન શ્રમણના આચાર પર સ્વાભાવિક રીતે શ્રદ્ધા જાગી. બાદશાહે અનેક વિષય પર એમની સાથે ચર્ચા કરી.
- તે સમયે અકબરની પાસે ઘણું બધું જૈન સાહિત્ય આવેલ હતું. બાદશાહે કહ્યું : “આપ જૈન સાધુ છો માટે બીજી કોઈ જ ધનદોલત નહીં સ્વીકારો, આ જૈન ગ્રંથે તે આપ ગ્રહણ કરી જ શકે છે.”
સૂરિ : “આપનું કથન ચોગ્ય છે, છતાં હું આ પ્રથે પણ ગ્રહણ નહિ કરું; કારણ કે જૈન શ્રમણાચારની દષ્ટિએ અમે એટલી જ વસ્તુ લઈએ છીએ જેટલી અમે જાતે જ ઉઠાવી શકીએ, જ્યારે પણ અમને ગ્રંથે જોવાની જરૂર પડે છે ત્યારે જેન ભંડારોમાંથી તે ગ્રંથ અવલોકન કરવા અમને મળી જાય છે. અમે જેટલા સંગ્રહવૃત્તિ(પરિગ્રહ)થી દૂર રહીએ તેટલું અમને સાધુઓને તે શ્રેયસ્કર છે.”
આગ્રા વર્ષાવાસ પૂરો કરીને હીરવિજયસૂરિ અકબરને ફરીથી મળ્યા. આ વખતે બાદશાહની વિનંતિ પરથી હીરવિજયસૂરિએ કહ્યું : “આઠ દિવસ પયૂષણના તથા બીજા ચાર દિવસ મળી એ રીતે બાર દિવસ સુધી આપના રાજ્યમાં જીવ-હિંસા સંપૂર્ણ બંધ રહે તેમ કરે.
બાદશાહે તે જ વખતે એમના કહ્યા અનુસાર પરવાને સખી આપે. તથા “જગદ્ગુરુની”ની ઉપાધિથી તેમને અલંકૃત
–. જેન, આગ્રા અંક - ૧-૪-૧૫ ના આધારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org