SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૪ અતીતનાં અજવાળા વાસ્વામીને જન્મ વીર નિર્વાણ સંવત ૪૯૬માં થયું હતું. ૫૦૫માં દીક્ષા લીધી, ૫૩૬માં આચાર્યપદ પર વિરાજમાન થયા અને ૫૮૪માં સ્વર્ગે સિધાવ્યા. આર્ય વજીસ્વામીના પટ્ટ પર આર્ય વજસેન આવ્યા. વાસ્વામીની ભવિષ્યવાણી અનુસાર તે સમયે ભયંકર દુષ્કાળ. પડ્યો. નિર્દોષ ભિક્ષા મેળવવી પણ દુષ્કર થઈ ગઈ જેના કારણે ૭૮૪ શ્રમણ અનશન કરીને પરલેકવાસી થયા. ભૂખથી બધા જ તરફડવા લાગ્યા. જિનદાસ શ્રેષ્ઠી એ એક લાખ સોનામહોરોથી એક ખેબ અનાજ ખરીદ્યું. તે દળિયામાં વિષ મેળવવાની તૈયારી જ કરતો હતો ત્યાં આચાર્ય સ્વામીના કહ્યા પ્રમાણે આચાર્ય વજસેને સુકાળની જાહેરાત કરી અને બધાના. પ્રાણની રક્ષા કરી. બીજે દિવસે અનાજથી ભરેલાં જહાજે આવી ગયાં. જિનદાસે તે અનાજ ખરીદી લીધું અને ગરીબ માણસને મફત વહેંચી દીધું. થોડા સમય પછી વરસાદ થયો અને બધે જ આનંદની ઉર્મિઓ ઊછળવા લાગી. વસ્વામીના ચમત્કારના અનેક પ્રસંગે જૈન સાહિત્યમાં પ્રસિદ્ધ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004909
Book TitleAtit na Ajwala
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year1975
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy