SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ અતીતનાં અજવાળા વધ્યા, એક જોજન રસ્તો પૂરા થતાં જ તેને પેલા જ્ઞાની પુરુષની ઝૂંપડી મળી ગઈ. તેમના મુખ પર અદ્દભુત આભા ચમકતી હતી. પ્રથમ દર્શને જ યુવક એટલા તે પ્રભાવિત થયા કે તેણે શ્રદ્ધાથી એમના ચરણોમાં મસ્તક ઝુકાવી દીધું. આશીર્વાદ આપ્યા પછી એ જ્ઞાની પુરુષે યુવકને તેના આગમનનું કારણ પૂછ્યું. " યુવકે કહ્યું : આપ તો મહાન છે!. આપના દિવ્ય જ્ઞાનની પ્રશંસા મારી કુળદેવીએ પણ કરી છે. આપની પાસે જટિલમાં જટિલ સમશ્યા લઈને આવનાર પણ તેનુ સમાધાન મેળવી. આનંદથી પાછા ફરે છે. મારી પણ અનેક સમશ્યાઓ છે તે એ સમશ્યાએના ઉકેલ માટે હું આપની પાસે આવ્યો છું.' મહાત્માએ થોડી વાર સુધી યુવકને તીક્ષ્ણ નજરે નિહાળ્યે પછી મેલ્યા : ‘તારે કેટલા સવાલ પૂછવા છે? હું માત્ર ત્રણ પ્રશ્નોથી વધારે પ્રશ્નોના જવાબ નહિ આપું.' ' યુવક જરા ખચકાયે, તેા પણ સાહસ એકઠું કરીને ખોલ્યો : ‘ મારે ચાર પ્રશ્નો જ પૂછ્યા છે. એક મારા પોતાને છે અને ત્રણ અન્યના છે, જેમનું આતિથ્ય મેં માર્ગમાં ભોગવ્યું છે. આપ મારા પર વિશેષ કૃપા કરી ચારે પ્રશ્નોના ઉત્તર આપવા કૃપા કરા, કારણ કે એકાદ પ્રશ્ન પણ અનુત્તર રહી જાય" તે હું મુશ્કેલીમાં પડી જાઉં.' જ્ઞાની પુરુષ દૃઢતાથી ખેાલ્યા : ' હું થથી વધુ સવાલ જવાબ નહિ આપું. જો તુ વધારે લાલ કરીશ તે નુકસાન થશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004909
Book TitleAtit na Ajwala
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year1975
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy