________________
નહિ થાય. આસપાસના લોકો સાંભળી જાય તે પણ ઈજજતના" કાંકરા થાય.'
પત્નીએ કહ્યું તમે એમ કરે આવતી કાલે સવારમાં જ પિતાજીને કહે કે અમુક માણસ પૈસા નથી આપતું. તેણે કહ્યું છે કે આપ જશે તે જ એ રૂપિયા આપશે માટે આપ ગાડીમાં બેસીને ચાલો. આથી પિતાજી આવવા માટે તૈયાર થઈ જશે. એમને સ્મશાનમાં લઈ જઈને ખાડો ખોદીને દાટી દેજે. પછી અહીં આવી અને બૂમો પાડજો કે રસ્તામાં ડાકુ મળ્યા હતા જેઓ ધન લૂંટીને લઈ ગયા અને દાદાને પણ સાથે જ ક્યાંક પકડી ' ગયાં. એથી આપની પ્રતિજ્ઞા પણ જળવાશે.
વાસિદ્દિક બે, અરે વાહ ! તારી બુદ્ધિ તે ખૂબ જ તીવ્ર છે. તે જેમ કહ્યું એમ જ કરીશ.”
માતા-પિતાની આ વાત એમને સાત વર્ષને પુત્ર સાંભળી " ગયે. સવારે જ્યારે વાસક્રિક વૃદ્ધને લઈને જવા લાગે ત્યારે બાળકે પણ હઠ કરી કે મારે પણ સાથે આવવું છે. બાળક શું સમજશે ? એમ માનીને વાસક્રિકે તેને સાથે લઈ લીધે.
ગાડી જ્યારે સ્મશાનમાં પહોંચી ત્યારે વાસક્રિકે પિતા અને કત્રને એમાં જ મૂકીને થોડે દૂર જઈ કોદાળી-ટોપલીની મદદથી : ખાડો ખેદવા માંડ્યો. થોડીવાર પછી બાળક રમતો રમતો એને બાપ બેદકામ કરતો હતો ત્યાં પહોંચી ગયે.
“પિતાજી! આ જગ્યાએ શક્કર-કંદ કે બટાકા ઊગ્યા નથી તે પણ આપ શા માટે ખાડો ખોદો છો?” બાળકે પૂછ્યું.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org