________________
અતીતનાં અજવાળe
છે. એક દિવસ એકાંતમાં તેણે રાજા નંદને કહ્યું: “મહારાજ! વરરુચિને આપ નિરર્થક જ રાજ-ખજાને શા માટે લૂંટવી. રહ્યા છે ?”
રાજા: મંત્રીવર ! આપ કેમ એમ કહે છે? એ એકસે આઠ કલેક રચીને લાવે છે એ શું એાછા આશ્ચર્યની વાત છે? વિદ્વાનનું સન્માન કરવું એ અમારે રાજધર્મ છે.
મહામંત્રી : “રાજન ! એ આપણી આંખમાં ધૂળ નાંખવા પ્રયત્ન કરે છે. તે સાહિત્યને ચોર છે. જૂના લેકે ગોખી લાવે છે, અને નવા કહીને સંભળાવે છે.”
રાજા: ' મંત્રીવર ! આપે એ કેવી રીતે જાણ્યું કે એ જાના કે સંભળાવે છે.
મંત્રી : “રાજન્ ! એ જે લેકે સંભળાવે છે તે તે મારી સાતે દીકરીઓને પહેલેથી જ કંઠસ્થ છે. આપ જે ઈચ્છે તે કાલે જ તેની પરીક્ષા લઈએ.'
રાજાએ ઉત્સુકતાથી કહ્યું: ‘ જરૂર.”
બીજે દિવસે રાજસભામાં પડદો નાંખવામાં આવ્યો. તેની અંદર મંત્રીની યાયક્ષદત્તા, વગેરે સાત પુત્રીઓ આવીને બેસી ગઈ. વરચિએ ઉપસ્થિત થઈને રોજની માફક ગંભીર સ્વરે એક આઠ લેક સંભળાવ્યા:
મહામંત્રીએ પૂછયું : “કહો વરરુચિછઆ લોકો જે આપે સંભળાવ્યા છે તે કેની રચના છે ? કોણે બનાવ્યા છે ?'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org