________________
ભક્ત રૈદાસ
ભક્ત રૈદાસનું જીવન પ્રામાણિક અને પવિત્ર હતું. તેઓ સદા સર્વદા ભક્તિમાં જ મગ્ન રહેતા. જો કે કર્તવ્ય ભૂલીને ભક્તિ કરવી એમને પસંદ ન હતું. પરિવારનું પાલન પોષણ કરવા તેઓ જોડા સીવતા. આખો દિવસ કઠોર પરિશ્રમ કર્યા પછી જે કંઈ કમાણી થતી તેનાથી એમનું ગુજરાન ચાલતું. આવક ઓછી હોવા છતાં પણ તેમને સંતોષ વધુ રહે. સંગ્રહને તેઓ પાપ ગણતા હતા. જ્યારે પણ સમય મળે ત્યારે તેઓ પ્રભુભજન અને સત્સંગમાં લીન બની જતા.
એક વાર ગંગાકિનારે બહુ જ મોટો મેળો ભરાયો. હજારે લોકો દૂરસુદૂરથી ગંગાસ્નાન માટે જવા લાગ્યા. એક પંડિત પણ તેમાં શામેલ હતે. અભ્યાસ તે એને બહુ ઓછા હતે પણ અભિમાન અનેકગણું હતું. એના જોડા ફાટી ગયા હતા. રૈદાસના ગામમાંથી પસાર થતાં તેણે એમને જેડા બનાવતા જોયા અને પિતાના જોડા દુરસ્ત કરવાનું એમને કહ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org