SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ અતીતનાં અજવાળાં સતીજીના હાવભાવથી જણાતું હતું કે તેઓ ઉત્તર સાંભળીને આનંદિત થયાં છે. તેમણે સહેજ ભીને કહ્યું : “તમારા વિચારો ખૂબ સુંદર છે. પરંતુ પ્રતિજ્ઞાનું પાલન દઢતાથી કરજે.” . " આ આર્યકન્યા ક્યારેય ચલિત નહિ થાય.” કુમારિકાએ નિશ્ચયાત્મક સ્વરે કહ્યું. સુહાગની પહેલી રાત. દીપકના પ્રકાશથી એરડામાં ઝગમગાટ ફેલાઈ ગયો હતો. રત્નજડિત ઊંચા આસન પર બેસીને નવોઢા બારણાં તરફ અપલક નેત્રથી જોઈ રહી હતી, ત્યાં જ ઉત્સાહ અને આનંદપૂર્વક યુવકે હળવેથી પ્રવેશ કર્યો. સુંદરીએ ઊઠીને સ્વાગત કર્યું, અને પ્રાર્થનાભર્યા સ્વરે બોલી : આર્યપુત્ર ! આ કૃષ્ણ પક્ષ ચાલે છે ને ? કૃષ્ણ પક્ષમાં આત્માને પણ શા માટે કૃષ્ણ (કાળા) બનાવ એમ વિચારી મેં સદ્ભરુણીજી પાસે જિંદગીભર બ્રહ્મચર્યની દીક્ષા લીધી છે. સુંદરીની વાત સાંભળીને યુવક ચેકડ્યો. તેને ચહેરે કરમાઈ ગયો. ચિંતાના મહાસમુદ્રમાં તે ડૂબી ગયો. - સ્વાભાવિક સ્મિત કરતાં નવેઢા બેલી : “પ્રિયતમ ! આપ ચિંતા ન કરે. જે આપ વાસના પર વિજય ન મેળવી શકે, વિકારોને ન જીતી શકે તે મારી વિનંતિ છે કે આપ બીજા લગ્ન કરી લે. પ્રિયે ! એ બાબત નથી. ચિંતાનું કારણ કંઈક બીજુ જ છે. હું મારી ચિંતા નથી કરતી પરંતુ મને તમારી ચિંતા થાય છે.” યુવકે ગંભીર મુખમુદ્રાથી કહ્યું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004909
Book TitleAtit na Ajwala
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year1975
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy