SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તુત કલ્પસૂત્ર પર વિદ્વાનોના અભિપ્રાય સ્થાનકવાસી જૈન સમાજના મૂર્ધન્ય મુનિઓના અભિપ્રાય (1) કલ્પસૂત્રના પ્રામાણિક અને સ્પષ્ટ અનુવાદની ઘણા વખતથી આવશ્યકતાનો અનુભવ કરવામાં આવતા હતા, સાહિત્યરસિક શ્રી દેવેન્દ્રમુનિ શાસ્ત્રીએ હિંદી અનુવાદ અને મૌલિક વિવેચન લખીને એક ઘણી મોટી આવશ્યકતાની પૂર્તિ કરેલ છે. તેના લેખનમાં તેમણે અતિ અધિક શ્રમ કરેલ છે. પ્રસ્તાવના ઘણી શોધપૂર્ણ છે. ભાવ, ભાષા અને શૈલીની દષ્ટિથી આ સંસ્કરણ ઘણું ઉત્તમ છે. પરિશિષ્ટના સંયોજનથી ગ્રંથના ગૌરવમાં ચાર ચાંદ લાગી ગયા છે. મુનિશ્રીને પરિશ્રમ પ્રશંસનીય છે. - આચાર્ય પ્રવર શ્રી આનંદઋષિજી મહારાજ બન્ડ. દિનાંક ૩૦-૧૨-૧૯૬૮ (૨) કલ્પસૂત્ર જૈન પરંપરાને મહાન ગ્રંથ જ નહિ-ઇતિહાસગ્રંથ પણ છે. શ્રમણ ભગવાન મહાવીરના દિવ્ય જીવનની ઝાંખી જે સુંદર-સુલલિત અને સાહિત્યિક ભાષામાં પ્રસ્તુત ગ્રંથમાં ઉપલબ્ધ થાય છે તે અન્ય આગમ ગ્રંથોથી વિશિષ્ટ છે. આ દષ્ટિથી આગમમાં કાવ્ય સાંદર્યના મણિકાંચન-સંગ રૂપ કલ્પસૂત્રને પોતાનું વૈશિષ્ય છે. તીર્થકરચરિત્ર, વિરાવલી અને સામાચારી વગેરેના કારણે કલ્પસૂત્રનું ખાસ મહત્વ છે અને તેને લઈને શ્વેતાંબર જૈન પરંપરામાં તેનું એક વિશિષ્ટ આકર્ષણ તથા સર્વજનોપયોગિતા સ્વયંસિદ્ધ છે. અત્યાર સુધી જેટલી ટીકાઓ, વ્યાખ્યાઓ તેના ઉપર લખવામાં આવેલ છે તેટલી સંભવિત રીતે અન્ય કોઈ આગમ ગ્રંથ ઉપર લખવામાં આવેલ નથી, તે તેની લોકપ્રિયતાનું સ્પષ્ટ પ્રમાણ છે. કલ્પસૂત્ર'નું શ્રી દેવેન્દ્રમુનિજી શાસ્ત્રીએ હિંદીમાં સુંદર સંપાદન પ્રસ્તુત કરેલ છે. આજે ભારતની રાષ્ટ્રભાષા હિંદી છે. હિંદીમાં જૈન આગમના આધુનિક અનુવાદ અને વિવેચનની અત્યંત આવશ્યકતા છે. આજ સુધી કલ્પસૂત્રના જેટલાએ હિંદી અનુવાદ અને વિવેચન પ્રસ્તુત થયેલ છે. તેમાં શ્રી દેવેન્દ્રમુનિજીનું આ વિવેચન પોતાનું વૈશિષ્ટય ધરાવે છે. અન્વેષણ અને તુલનાત્મક દષ્ટિથી જે શ્રમસાધ્ય સંપાદન થયેલ છે તે દેખીને મને ખૂબ ખૂબ પ્રસન્નતા છે. હું આશા રાખું છું કે આપણા કામણ સંઘના આશાસ્પદ તરુણ શ્રમણ આ જાતની આગમ શ્રુતસેવામાં પિતાની સંપાદન કલા તથા પ્રતિભા પરિચય દેશે અને શ્રુતવામયને અત્યંત આધુનિક પરિવેશની સાથે જન - ભાગ્ય બનાવવાને પ્રયત્ન કરશે. – ઉપાધ્યાય શ્રી અમરમુનિજી મહારાજ ઉદયમાન તરણ લેખક શ્રી દેવેન્દ્રમુનિ શાસ્ત્રીએ ‘કલ્પસૂત્ર' ઉપર મૂળ, અર્થ અને ગંભીર વિવેચન લખીને શ્રુતસેવામાં મહાન ગદાન દીધેલ છે. સંપાદન શુદ્ધ અને સ્પષ્ટ છે. કલ્પસૂત્રનાં આજ દિવસ સુધી જેટલાંએ પ્રકાશન નીકળ્યાં છે, તે બધામાં આ પ્રકાશન સર્વશ્રેષ્ઠ છે. સર્વ સાધારણ પાઠક અને સ્વાધ્યાયપ્રેમીઓને જ માટે નહિ, પણ સંશોધકોને માટે પણ તેમાં મોટા પ્રમાણમાં સારી સામગી છે. – આચાર્ય શ્રી હસ્તીમલજી મહારાજ દિનાંક ૧-૮-૧૯૬૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy