SearchBrowseAboutContactDonate
Page Preview
Page 393
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૦ કલ્પસૂત્ર (૨) બીજા આચાર્ય કાલક પણ તેનાજ નજીક છે. તે ધારાનગરીના નિવાસી હતા, તેમના પિતાનું નામ રાજા વીરસિંહ અને માતાનું નામ સુરસુંદરી હતું, તેને એક નાની બહેન હતી, કે જેનું નામ સરસ્વતી હતું. તે અત્યંત રૂપવતી હતી. બન્નેએ ગુણાકર સૂરિની પાસે પ્રવ્રજ્યા ગ્રહણ કરી. એક વખત સાધ્વી સરસ્વતીના રૂપ ઉપર મુગ્ધ થઈને ઉજજેણીના રાજા ગર્દભિલે તેનું અપહરણ કર્યું, આચાર્ય કાલકને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તે અત્યંત કેધિત થયા. તેમણે શક રાજાઓ સાથે મળીને ગર્દભિલ્લનું સામ્રાજ્ય નષ્ટભ્રષ્ટ કરી દીધું. કહેવાય છે કે સિંધુ સરિતાને પાર કરી ફારસ (ઈરાન) તથા બર્મા અને સુમાત્રા પણ ગયા. તેમણે જ ભાદ્રપદ સુદ ૪ ના રોજ પર્યુષણની આરાધના કરી હતી. તે પ્રસંગ આ રીતે છે: એક વખત આચાર્યને વર્ષાવાસ દક્ષિણના પ્રતિષ્ઠાનપુરમાં હતો. ત્યાંના રાજા સાતવાહન જૈન ધર્માવલંબી હતા. તે રાજ્યમાં ભાદ્રપદ સુદ પાંચમે ઈન્દ્રપર્વ માનવામાં આવતું હતું. રાજાએ આચાર્ય કાલકને નિવેદન કર્યું – મારે પણ સંવત્સરી મહાપર્વની આરાધના કરવાની છે તે કારણે સંવત્સરી મહાપર્વ છઠ્ઠના દિવસે મનાવવામાં આવે તો શ્રેયસ્કર છે. આચાર્યું કહ્યું – તે દિવસનું ઉલ્લંઘન કદાપિ કરી શકાતું નથી. રાજાના આગ્રહ વશ આચાર્યું કારણથી એથને સંવત્સરી પર્વ મનાવ્યું. અહિં એ યાદ રાખવું જોઈએ કે આચાર્યે અપવાદ રૂપમાં ચોથના દિવસે સવંત્સરી પર્વની આરાધના કરેલ છે. નહિ કે ઉત્સર્ગ ૧૦૦ સામાન્ય સ્થિતિના રૂપમાં. મૂ8: थेरस्स णं अज्जसंतिसेणियस्स माढरसगोत्तस्स इमे चत्तारि थेरा अंतेवासी अहावच्चा अभिन्नाया होत्था, तं जहाथेरे अज्जसेणिए थेरे अज्जतावसे थेरे अज्जकुबेरे थेरे अज्जइसिपालिते । थेरेहितो णं अज्जसेणितेहिंतो एत्थ णं अज्ज Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy