SearchBrowseAboutContactDonate
Page Preview
Page 382
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૯ આર્ય શૂલિભદ્ર અમાત્યપદ ગ્રહણ કરવા માટે સ્થલિભદ્રને કહેવામાં આવ્યું પરંતુ પિતાના મૃત્યુથી તેને વૈરાગ્ય થઈ ગયો. તેણે આચાર્ય સંભૂતિવિજય પાસે પ્રવ્રજ્યા ગ્રહણ કરી. પ્રથમ વર્ષાવાસને સમય આવ્યો. અન્ય સાથી મુનિઓમાંથી એકે સિંહગુફા ઉપર ચાતુર્માસ રહેવાની આજ્ઞા માગી. બીજાએ દષ્ટિ વિષ સર્પના રાફડા ઉપર, ત્રીજાએ કૂવાના કાંઠા ઉપર અને સ્થૂલિભદ્ર કેશાની ચિત્રશાળામાં. ગુરઆજ્ઞા લઈને સ્થૂલિભદ્ર કેશાના ભવન ઉપર પહોંચ્યા. ચારેય બાજુ વાસનાનું વાતાવરણ! કોશા-વેશ્યાના હાવભાવથી પણ ધૂલિભદ્ર ચલિત ન થયા. અંતે ધૂલિભદ્રના ત્યાગમય ઉપદેશથી તે શ્રાવિકા બની ગઈ વર્ષાવાસ પૂરો થતાં બધા શિષ્યો ગુરુના ચરણોમાં પાછા ફર્યા, ત્રણેયનું “દુષ્કરકારક તપસ્વીનાં રૂપમાં સ્વાગત કરવામાં આવ્યું. લિભદ્ર આવ્યા ત્યારે ગુરુ સાત આઠ ડગલાં સામે ગયા અને દુષ્કર-દુષ્કરકારક તપસ્વી કહીને સ્વાગત કર્યું. સિંહ ગુફાવાસી મુનિ આ દેખીને ક્ષુબ્ધ થયા. આચાર્યું બ્રહ્મચર્યની દુષ્કરતા ઉપર પ્રકાશ નાખ્યો પણ તેને ક્ષોભ શાંત ન થયે. બીજા વરસે સિંહ ગુફાવાસી મુનિ કોશા વેશ્યાને ત્યાં પહોંચ્યા. વેશ્યાએ પરીક્ષા માટે જેવાં કટાક્ષના બાણ છેડ્યાં કે ઘાયલ થઈ ગયા અને વ્રતભંગ કરવા માટે તૈયાર થઈ ગયા.” કોશાએ પ્રતિબંધ દેવાના હેતુથી નેપાળ નરેશ દ્વારા અપાતી રત્નકંબલની યાચના કરી. વિષયાકુલ બનેલા તે વર્ષાવાસમાં નેપાળ પહોંચ્યા. રત્નકંબલ લઈને પાછા ફરી રહેલ હતા કે માર્ગમાં ચોરોએ તેને અનેક કષ્ટ આપ્યાં. ઘણીયે મુસીબતો સહન કરીને ફરીને પાટલીપુત્ર પહોંચ્યા. રત્નકંબલ યાને આપ્યું. વેશ્યાએ ગંદા પાણીની ખાળમાં તેને ફેંકી દીધું. આક્રોશપૂર્ણ ભાષામાં સાધુએ કહ્યુંઅત્યંત કઠિનતાથી જે રત્નકંબલને પ્રાપ્ત કરવામાં આવ્યું છે તેને ગંદી ખાળમાં નાખતાં તમને શરમ નથી આવતી? વેશ્યાએ કહ્યું:- રત્નકંબલથી પણ અધિક મુલ્યવાન, સંયમરત્નને ક્ષણિક વાસનાને માટે ભંગ કરવો તે શું સંયમરત્નને ગંદી ખાળમાં નાખવાનું નથી? વેશ્યાના એક જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy