SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૫ આર્ય ભદ્રબાહુ ' કહેવામાં આવે છે કે પ્રાકૃત ભાષામાં તેમણે ભદ્રબાહુ સંહિતા નામને જ્યોતિષ ગ્રંથ લખ્યો હતો તે આજે મળતું નથી. તેના અનુસંધાનમાં બીજા ભદ્રબાહુએ સંહિતાનું નિર્માણ કર્યું.૫ આગમોની પ્રથમ વાચના પાટલિપુત્રમાં તેમના દ્વારા જ સંપન્ન થઈ. તે વખતે (વી. નિ. ૧૫૫ની આસપાસ) ૧૨ વર્ષને ભયંકર દુષ્કાળ પ. શ્રમણસંધ સમુદ્ર તટ ઉપર ચાલ્યા ગયે. અનેક શ્રતધર કાળધર્મ પામી ગયા. દુષ્કાળ વગેરે અનેક કારણોથી યથાવસ્થિત સૂત્ર પારાયણ ન થઈ શકયા તેનાથી આગમની શૃંખલા છિન્ન ભિન્ન થઈ ગઈ. દુષ્કાળ સમાપ્ત થે. તે સમયે વિદ્યમાન વિશિષ્ટ આચાર્યો પાટલિપુત્રમાં એકઠા થયા. અગિયાર અંગ સંકલિત કરવામાં આવ્યાં. બારમા અંગના એક માત્ર જ્ઞાતા ભદ્રબાહુ સ્વામી તે વખતે નેપાળમાં મહાપ્રાણધ્યાનની સાધના કરી રહેલાં હતા. સંઘના આગ્રહથી તેમણે સ્થૂલિભદ્ર મુનિને બારમા અંગની વાચના દેવાને સ્વીકાર કર્યો. દશપૂર્વ અર્થ સહિત શીખવાડ્યાં. અગિયારમા પૂર્વની વાચના ચાલી રહેલ હતી કે જ્યારે એક વખત આર્ય સ્થલિભદ્રને મળવા માટે, જ્યાં તે ધ્યાન કરી રહેલ હતા ત્યાં તેમની બહેને આવી. બહેનને ચમત્કાર દેખાડવાના કૌતુકવશ સ્યુલિભદ્ર સિંહનું રૂપ બનાવ્યું. તે ઘટના ઉપર ભદ્રબાહુએ આગળ વાચના દેવાનું બંધ કરી દીધું કારણ તે જ્ઞાનને પચાવી શક્યા નહતા પરંતુ સંધના અતિઆગ્રહથી અંતિમ ચાર પૂર્વેની વાચના તે આપી પરંતુ અર્થ ન બતાવ્યા. અને બીજાઓને તેની વાચના દેવાની સ્પષ્ટ મનાઈ કરી. અર્થની દષ્ટિએ અંતિમ શ્રુતકેવળી ભદ્રબાહુ જ છે લિભદ્ર શાબ્દિક દૃષ્ટિથી ચૌદપૂવ હતા. અને અર્થ દષ્ટિથી દશપૂર્વી હતા, મૌર્યસમ્રાટ ચન્દ્રગુપ્ત તેમના અનન્ય ભક્ત હતા તેના દ્વારા જોવામાં આવેલાં ૧૬ સ્વપ્નનું ફળ તેમણે બતાવ્યું હતું. તેમાં પચમકાળની ભવિષ્યકાલીન સ્થિતિનું રેખાચિત્ર હતું. સંભવિત રીતે ભદ્રબાહુના આવા વિરાટ વ્યક્તિત્વના કારણે જ શ્વેતાંબર અને દિગંબર-બંને પરંપરાઓને તેમના પ્રત્યે સમાન શ્રદ્ધાભાવ છે. બંનેય તેમને પોતાની પરંપરાના જ્યોતિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy