SearchBrowseAboutContactDonate
Page Preview
Page 377
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૪ કલ્પસૂત્ર રચના કરેલ છે. તેઓ મંત્રશાસ્ત્ર અને જ્યોતિષના પ્રકાંડ વિદ્વાન હતા. જૈન સાહિત્ય સર્જનના તે આદિપુરુષ માની શકાય છે. આગમ વ્યાખ્યાતા, ઈતિહાસકાર અને સાહિત્યના નવસર્જકના રૂપમાં વસ્તુત: આચાર્ય ભદ્રબાહુ તેમના યુગના બહુમુખી પ્રતિભા સંપન્ન અને પ્રભાવશાળી આચાર્ય હતા. તેમને જન્મ પ્રતિષ્ઠાનપુર નગરમાં થયો હતે. ૪૪ વર્ષની વયમાં આર્ય યશભદ્રની પાસે પ્રવજ્યા ગ્રહણ કરી. ૧૮ વર્ષ સુધી સાધારણ મુનિ અવસ્થામાં રહ્યા અને ૧૪ વર્ષ સુધી યુગ પ્રધાન આચાર્ય પદ ઉપર. વીર સંવત ૧૭૦માં ૭૬ વર્ષનું આયુષ્ય ભોગવીને તેઓ સ્વર્ગસ્થ થયા. આર્ય પ્રભાવથી પ્રારંભ થવા વાળી શ્રુતકેવળી પરંપરામાં ભદ્રબાહુ પાંચમાં શ્રુતકેવળી છે. ચૌદ પૂર્વધર છે. તેમના પછી કોઈપણ સાધક ચોદ પૂર્વધર થયા નથી તેમને અંતિમ શ્રુતકેવળી માનવામાં આવે છે. દશાશ્રુત, વૃહતકલ્પ, વ્યવહાર ૩ અને કલ્પસૂત્ર તે તેમના દ્વારા રચાયેલાં છે. આવશ્યકનિયુક્તિ વગેરે દશ નિયુક્તિઓની રચના પણ તેમણે જ કરી છે. આવશ્યકનિક્તિ તે વસ્તુતઃ જૈન સાહિત્યને એક આકર” ગ્રંથ છે, તેમાં સર્વ પ્રથમ આ અવસર્પિણી કાળના જૈન મહાપુરુષોના જીવનચરિત્ર ગ્રંથિત થયા છે. તેમણે સપાદલક્ષ ગાથાબદ્ધ વસુદેવચરિત્ર (પ્રાકૃત ભાષામાં) લખેલું હતું. ચમત્કારી ઉપસગ્ગહર સ્તોત્ર પણ તેમની જ રચના છે. આ કૃતિના સંબંધમાં અનુશ્રુતિ છે કે વરાહમિહિર સંહિતાના રચયિતા વરાહમિહિર તેમના નાના ભાઈ હતા. તેમણે પણ આહતી દીક્ષા ગ્રહણ કરી હતી. જ્યારે ભદ્રબાહુને આચાર્યપદ આપવાનું નિશ્ચિત થયું ત્યારે તે ઈર્ષાથી શ્રમણવેષનો પરિત્યાગ કરી ગૃહસ્થ બની ગયા. અને વરાહમિહિર સંહિતાનું નિર્માણ કર્યું. વિદ્વાનોની એવી ધારણા છે કે વર્તમાનમાં જે વરાહમિહિર-સંહિતા ઉપલબ્ધ છે, તે તેનાથી ભિન્ન છે. જ્યારે તે મરીને વ્યંતરદેવ થયા ત્યારે પૂર્વ વેરથી જૈન શાસનના રાગીઓને ઉપસર્ગ કરવા લાગ્યા. ત્યારે આચાર્યો પ્રસ્તુત સ્તોત્રની રચના કરી કે જેના પાઠથી બધા ઉપસર્ગ નષ્ટ થઈ ગયા. જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy