________________
૩૧૦
કલ્પસૂત્ર આચાર્યપદ પર રહ્યા. વીર સંવત ૧૪૮ માં ૮૬ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરીને સ્વર્ગસ્થ થયા.
અહીં એ સ્પષ્ટીકરણ કરી દેવાની આવશ્યક્તા છે કે સ્થવિરાવલીનું લેખન એક સમયમાં થયેલું નથી. જેવી રીતે આગમોને ત્રણ વખત વ્યવસ્થિત કરવામાં આવ્યાં હતાં તેવી જ રીતે સ્થવિરાવલી પણ ત્રણ ભાગમાં વ્યવસ્થિત કરવામાં આવી છે.
આર્ય યશોભદ્ર સુધી સ્થવિરાવલીની એક પરંપરા રહી છે. તેના પછી બે ધારાઓ થઈ ગઈ, એક સંક્ષિપ્ત અને બીજી વિસ્તૃત, આર્યયશોભદ્ર સુધીની સ્થવિરાવલી ભગવાન મહાવીરના નિર્વાણુથી ઓછામાં ઓછા ૧૬૦ વર્ષ પછી પાટલીપુત્રમાં જે પ્રથમ વાચના થઈ હતી તેના પહેલાંની છે. તેના પછી સંક્ષિપ્ત અને વિસ્તૃત-બંનેય સ્થવિરાવલી કે જેમની પરિસમાપ્તિ ક્રમશઃ આર્ય તાપસ અને ફળ્યુમિત્ત સુધી થઈ છે. દ્વિતીય વાચનાની વખતે તે તેમાં જોડી દેવામાં આવી છે. સંક્ષિપ્ત સ્થવિરાવલીમાં મૂળ પરંપરાના વિરોને જ મુખ્યપણે નિર્દેશ કરવામાં આવેલ છે અને વિસ્તૃત સ્થવિરાવલીમાં મૂળ પટ્ટધરે સિવાય તેમના ગુરુભાતા અને પ્રાદુર્ભત થવાવાળા ગણુ, ગણોના કુળ અને શાખાઓનું પણ વર્ણન કરવામાં આવેલ છે. આર્ય તાપસ અને ફક્યુમિત્ર પછી સ્થવિરાવલીની ત્રીજી વાચનાના સમયે પૂર્વતન સ્થવિરાવલી તેમાં જોડી દેવામાં આવી. મુલ્સ -
संखित्तवायणाए अज्जजसभदाओ अग्गओ एवं थेरावली भणिया तं जहा-थेरस्स णं अज्जजसभहस्स तुंगियायणसगोत्तस्स अंतेवासी दुवे थेरा-थेरे अज्जसंभूयविजए माढरसगोत्ते; थेरेअज्जभद्दबाहू पाइणसगोत्ते। थेरस्सणं अज्जसंभूयबिजयस्स माढरसगोत्तस्स अंतेवासी थेरे अज्जथूलभद्दे गोयमसगोत्ते । थेरस्स णं अज्जथूलभद्दस्स गोयमसगोत्तस्स अंतेवासी
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org