SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૮ કલ્પસૂત્ર અર્થ: કૌશલિક અહંત ઋષભ ત્રણ જ્ઞાનથી યુકત હતા. તે આ પ્રમાણે કે-“હું ગ્રુત થઈશ તેમ તેઓ જાણતા હતા ઈત્યાદિ બધું પૂર્વે ભગવાન મહાવીરના પ્રકરણમાં કહ્યું તેમજ કહેવું. યાવત માતા સ્વપ્ન જુએ છે તે સ્વપ્ન આ પ્રમાણે છે-ગજ, વૃષભ વિગેરે. વિશેષમાં એ કે પ્રથમ સ્વપ્નમાં વૃષભને મુખમાં પ્રવેશ કરતો જુએ છે. (અહીં યાદ રહે કે અન્ય તીર્થકરોની માતાઓ પ્રથમ સ્વપ્નમાં મુખમાં પ્રવેશ કરતા હાથીને જુએ છે.) સ્વપ્નને બધે વૃત્તાન્ત મરુદેવી નાભિકુળકરને કહે છે. ત્યાં સ્વપ્નનાં ફળ બતાવનારા સ્વપ્ન પાઠકે નથી તેથી સ્વપ્નનાં ફળને નાભિકુળકર સ્વયં કહે છે. – ૪ જન્મ મૂત્ર : तेणं कालेणं तेणं समएणं उसमे अरहा कोसलिए जे से गिह्माणं पढमे मासे पढमे पक्खे चित्तबहुले तस्स णं चित्तबहुलस्स अट्ठमीपक्खेणं नवण्हं मासाणं बहुपडिपुण्णाणं अट्ठमाण य राइंदियाणं जाव आसाढाहिं नक्खत्तेणं जोगमुवागएणं आरोग्गा आरोग्गं पयाया, तं चेव जाव देवा देवीओ य वसुहारवासं वासिसु सेसं तहेव चारगसोहणं माणुम्माणवडणं उस्सुक्कमाईयं द्विइपडियवजं सव्वं भाणियव्वं ॥१९३॥ અર્થ તે કાળે તે સમયે ગ્રીષ્મ ઋતુને પ્રથમ માસ, પ્રથમ પક્ષ અર્થાત જ્યારે ચૈત્ર માસને કૃષ્ણપક્ષ આવ્યો ત્યારે ચૈત્ર વદ આઠમના દિવસે નવ માસ અને ઉપર સાડા સાત રાત્રિ વ્યતીત થતાં યાવત આષાઢા નક્ષત્રને યોગ થતાં આરોગ્યવાન માતાએ આરોગ્યપૂર્વક કૌશલિક અહંત ઋષભ નામના પુત્રને જન્મ આપ્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy