________________
૨૪૬
કલ્પસૂત્ર થાવત્ અર્હત પાર્થથી ચતુર્થ યુગ પુરુષ સુધી યુગાંતકૃત ભૂમિ હતી. અર્થાત ચતર્થ પુરુષ સુધી મુક્તિમાર્ગે ચાલ્યો હતે. અહંત પાર્શ્વના કેવળીપર્યાયને ત્રણ વર્ષ થતાં અર્થાત કેવળજ્ઞાન થયાને ત્રણ વર્ષ પસાર થતાં કઈ સાધકે મુક્તિ પ્રાપ્ત કરી અર્થાત મુક્તિ માને પ્રારંભ થયો તે તેમના સમયની પર્યાયાંતકૃત ભૂમિ થઈ मूलः
तेणं कालेणं तेणं समएणं पासे अरहा पुरिसादाणीए तीसं वासाइं अगारवासमज्झे वसित्ता, तेसीति राइंदियाई छउमत्थपरियायं पाउणित्ता, देसूणाई सत्तरि वासाइं केवलिपरियायं पाउणित्ता, बहुपडिपुन्नाइं सत्तरं वासाइं सामन्नपरियायं पाउणित्ता, एक्कं वाससयं सव्वाउयं पालित्ता खीणे वेयणिज्जाउयनामगोत्ते इमीसे ओसप्पिणीए दूसमसूसमाए समाए बहुवीइक्कंताए जे से वासाणं पढमे मासे दोच्चे पक्खे सावणसुद्धे तस्स णं सावणसुद्धस्स अट्ठमीपक्खेणं उपि सम्मेयसेलसिहरंसि अप्पचोत्तीसइमे मासिएणं भत्तेणं अपाणएणं विसाहाहिं नक्खत्तेणं जोगमुवागएणं पुवण्हकालसमयंसि वग्घारियपाणी कालगए जाव सव्वदुक्खप्पहीणे ॥ १५९॥
અર્થ : તે કાળે, તે સમયે પુરૂષાદાનીય અહંત પાર્થ ત્રીસ વરસ સુધી ગૃહવાસમાં રહીને વ્યાસી (૮૩) રાત્રિ દિવસ છદ્મસ્થ પર્યાયમાં રહીને કંઈક ઓછા ૭૦ વર્ષ સુધી કેવળી પર્યાયમાં રહીને એ રીતે પૂરેપૂરાં સિત્તેર વરસ સુધી શ્રમણ પર્યાયનું પાલન કરીને, કુલ સો વરસ સુધી તેમનું સંપૂર્ણ આયુષ્ય ભોગવીને, વેદનીય કર્મ, આયુષ્ય, નામ અને ગોત્ર કર્મ ક્ષીણ થયાં ત્યારે દુષભ-સુષમ નામનો અવસર્પિણી કાળનો ચોથે આરો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org