________________
૧૬
કલ્પસૂત્ર
ल्लतुंववीणियअणेगतालायराणुचरियं करेह कारवेह, करेत्ता कारवेत्ता य जूयसहस्सं च मुसलसहस्सं च उस्सवेह, उस्सवित्ता य मम एयमाणत्तियं पच्चपिणेह ॥ ९७ ॥
અર્થ: હે દેવાનુપ્રિયે! જલદીથી કુડપુર નગરના કારાગૃહને ખાલી કરી નાખો, અર્થાત બધા કેદીઓને મુક્ત કરી દે. તોલ-માપને વધારે (અર્થાત વેપારીઓને કહો કે ધી, અન્નાદિ પદાર્થ સસ્તા વેંચે, સસ્તા વેચવાથી જે નુકસાન જશે તેની પૂર્તિ રાજ્ય કેષમાંથી કરવામાં આવશે.) તોલમાપ વધાર્યા પછી કુડપુર નગરની અંદર અને બહાર સુગંધિત પાણીને છંટકાવ કરાવો, સાફ કરાવો, લીપણુ કરાવો, કુડપુર નગરના ત્રિભેટામાં, ચેકમાં, ચેતરામાં (જયાં ઘણા રસ્તા મળતા હોય) રાજમાર્ગ અથવા સામાન્ય બધા માર્ગોમાં પાણી છંટાવો, તેમને પવિત્ર બનાવે, જ્યાં ત્યાં બધી ગલીઓમાં અને બધા બજારમાં પાણીનો છંટકાવથી તેને સ્વચ્છ કરીને તે સ્થાને ઉપર જોવા માટે, આગંતુકોને બેસવા માટે મંચ બનાવો, વિવિધ રંગોથી શોભત ધજા અને પતાકાઓ બંધાવો, આખું નગર લીંપીગૂંપીને સ્વચ્છ બનાવો. નગરના ભવનોની ભીંતો ઉપર ગશીર્ષ ચંદનનાં, સરસ રક્તચંદનના, દર્દર (મલય) ચંદનના, પાંચે આંગળાંના થાપા દૃષ્ટિગોચર થાય એ જાતનાં થાપા લગાવો. ઘરની અંદર ચોકમાં ચંદન-કળશ રખાવો, દ્વારે દ્વારે ચંદનના સુંદર તોરણ બંધાવે, યે ત્યાં સુંદર દેખાતી અને પૃથ્વીને સ્પર્શ કરતી લાંબી ગોળ માળા લટકાવરા, પાંચ વર્ણનાં સુંદર - સુગંધિત ફૂલને ઢગલે કરા. પુષ્પોને અહીં તહીં ચારે બાજુ પથરા, ઠેકઠેકાણે ફૂલેના ઘરે રચાવો. ચારે તરફ સર્વત્ર પ્રજ્જવલિત શ્યામ અથવા ઉત્તમ કુંદરક લોબાન, આદિ સળગતા ધૂપની સુગંધથી સંપૂર્ણ નગરને સુગંધિત કરો. સુગંધથી આખું નગર મહેકી ઊઠે તેવું કરે. સુગંધની અધિક્તાના કારણે આખું નગર ગંધગુટિકા સમાન લાગે તેવું બનાવો.
જનરંજનને માટે ઠેકઠેકાણે નટ-નાટક કરે, નૃત્ય કરનારા નૃત્ય કરે, દેરડાં ઉપર ખેલ બતાવનાર ખેલ બતાવે, મલ્લ કુસ્તી કરે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org