SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ કલ્પસૂત્ર ચપળ, અત્યંત તીવ્રગતિવાળી, પ્રચંડ વેગવાળી, શીઘ, દિવ્ય દેવગતિથી ચાલે છે. ચાલીને તિરછા અસંખ્યદ્વીપ સમુદ્રના મધ્યમાં થઈને જ્યાં જંબુદ્વિીપ છે જયાં ભરતક્ષેત્ર–ભારતવર્ષ છે, જ્યાં બ્રાહ્મણકુંડગ્રામ નગર છે, જ્યાં 2ષભદત્ત બ્રાહ્મણનું ઘર છે, જયાં દેવાનંદા બ્રાહ્મણી છે ત્યાં આવે છે. ત્યાં આવીને ગર્ભમાં રહેલા શ્રમણ ભગવાન મહાવીરને જોતાં જ પ્રણામ કરે છે. પ્રણામ કરીને દેવાનંદા બ્રાહ્મણીને અને બધા પરિજનને અવસ્થાપિની નિદ્રા (બેભાન બનાવી દેનારી નિદ્રા) આપે છે અર્થાત્ સુવરાવી દે છે. અવસ્થાપિની નિદ્રા આપીને અશુભ પુદગળને દૂર કરે છે. દૂર કરીને શુભ પુદ્ગળાને રથાપિત કરીને હે ભગવાન! આપની આજ્ઞા હોભે' એમ કહીને શ્રમણ ભગવાન મહાવીરને જરા પણ કષ્ટ ન થાય એ રીતે અંજલિ (બને હાથો)માં ગ્રહણ કરે છે. ગ્રહણ કરીને જયાં ક્ષત્રિય કુંડગ્રામ નગર છે, જ્યાં સિદ્ધાર્થ ક્ષત્રિયનું ઘર છે, જ્યાં ત્રિશલા ક્ષત્રિયાણી છે ત્યાં આવે છે. ત્યાં આવીને ત્રિશલા ક્ષત્રિયાણીને તથા તેના પરિવારને અવસ્થાપિની નિદ્રા આપે છે. અવસ્થાપિની નિદ્રામાં સુવરાવીને અશુભ અને અસ્વચ્છ પાળને દૂર કરે છે અને શુભ પુગળને પ્રક્ષિપ્ત કરે છે. શુભ પુદગળાને પ્રક્ષિપ્ત કરીને શ્રમણ ભગવાન મહાવીરને સુખપૂર્વક બાધારહિત ત્રિશલા ક્ષત્રિયાણીની કુક્ષિમાં (ઉદરમાં) ગર્ભરૂપે સ્થાપિત કરે છે અને જે જાલંધર ગેત્રીયા દેવાનંદા બ્રાહ્મણની કુક્ષિમાં ગર્ભ હતો તેને ત્રિશલા ક્ષત્રિયાણીની કુક્ષિમાં (ઉદરમાં) રસ્થાપિત કરે છે. સ્થાપિત કરીને જે દિશાએથી તે આવ્યા હતા તે દિશામાં ફરી ચાલ્યો જાય છે. ૪૮ મૂછ:” __ उक्किट्ठाए तुरियाए चवलाए जइणाए उध्दयाए सिग्घाए दिव्वाए देवगईए तिरियमसंखेजाणं दीवसमुदाणं मज्झं मज्झेणं जोयणसाहस्सीएहिं विग्गहेहिं उप्पयमाणे २ जेणामेव सोहम्मे कप्पे सोहम्मवडिसए विमाणे सक्कंसि सोहासणंसि सक्के देविंदे देवराया तेणामेव उवागच्छइ, उवागच्छित्ता Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy