SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ ગર્ભસંહરણ: શકની વિચારણા હતું ત્યારે વિશ્વાત્મા યોગમાયાને એવો આદેશ આપે છે કે તે દેવકીને ગર્ભ રોહિણીના ઉદરમાં મૂકી દે. વિશ્વાત્માના આદેશ અને નિર્દેશથી યેગમાયા દેવકીને ગર્ભ રોહિણીના ઉદરમાં મૂકી દે છે ત્યારે પુરવાસી અત્યંત દુ:ખની સાથે કહેવા લાગે છે “અરેરે, બિચારી દેવકીને ગર્ભ નષ્ટ થઈ ગ.૨૫ આજનો યુગ વૈજ્ઞાનિક યુગ છે. વિજ્ઞાનીઓએ અનેક સ્થળો ઉપર એવું પરીક્ષણ કરીને સિદ્ધ કરી દીધું છે કે ગર્ભપરિવર્તન અસંભવ નથી. આના સંબંધમાં “ગુજરાત વર્નાક્યુલર સોસાયટી દ્વારા પ્રકાશિત “જીવન વિજ્ઞાન” (પાના ૮૩)માં એક વર્ણન પ્રકાશિત થયેલ છે તે દષ્ટવ્ય છે. એક અમેરિકન ડોકટર એક ભાટિયા સ્ત્રીના પેટનું ઓપરેશન કરતા હતા. સમસ્યા એ હતી કે સ્ત્રી ગર્ભવતી હતી તેથી ડોકટરે એક ગાભણી બકરીનું પેટ ચીરીને તેના પેટનાં બચ્ચાંને વીજળીથી ચાલતા એક ડબ્બામાં રાખ્યું અને તે સ્ત્રીના પેટના બચ્ચાને બકરીના પેટમાં રાખ્યું. પરેશન કરી લીધા પછી ડેકટરે ફરીને સ્ત્રીનું બચ્ચું સ્ત્રીના પેટમાં અને બકરીનું બચ્ચું બકરીના પેટમાં મૂકી દીધું. કાળાંતરે સ્ત્રી અને બકરીએ જે બચ્ચાંઓને જન્મ આપ્યો તે સ્વસ્થ અને તંદુરસ્ત રહ્યાં.” (૩) સ્ત્રી તીર્થકર - તીર્થકર પુષજ હોય છે, સ્ત્રી નહીં. પરંતુ પ્રસ્તુત અવસર્પિણી કાળમાં ઓગણીસમા તીર્થકર મલ્લિ ભગવતી સ્ત્રી થઈ છે. ૧૨૭ મલ્લિ ભગવતીને જીવ પૂર્વભવમાં અપર વિદેહના સલિલાવતી વિજ્યમાં મહાબળ રાજા હતા. ૨૮ તેમણે પિતાના છ મિત્રો સાથે દીક્ષા ગ્રહણ કરી. મહાબળ મુનિના અંતરમાં એવો વિચાર પ્રગટયો કે અહીં હું મારા છ સાથીઓને નેતા છું. જો હું તેમની સાથે સરખે–સરખાં જપતપ કરતે રહીશ તો ભવિષ્યમાં તેમનાથી જ્યેષ્ઠ અને શ્રેષ્ઠ બની શકીશ નહિ. એવી જાતને વિચાર કરીને મહાબળ મુનિ પારણાંના વખતે બહાનાં કાઢી, ઉગ્ર તપ કરવા લાગ્યા. તપાદિના પ્રભાવથી તીર્થકર નામકર્મનું ઉપાર્જન કર્યું, ર૯ અને માયાના કારણે સ્ત્રીવેદનું;૧૩૦ કે જેનાથી તે સ્ત્રી તીર્થકર થયા.૩૧ આ પણ એક આશ્ચર્ય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy