SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨ કલ્પસૂત્ર જ્ઞાન-દર્શનના ધારણ કરનારા, પ્રમાદથી રહિત, સ્વયં રાગદ્વેષને જીતનારા, બીજાને જીતાડનારા, પોતે સંસાર સાગરથી તરી જનારા અને બીજાને તારનારા છે. પોતે બેધને પામેલા અને બીજાને બોધ આપનારા છે. પિતે કર્મથી મુક્ત છે અને બીજાને કર્મથી મુક્ત કરાવનાર છે. સર્વજ્ઞ, સર્વદશ છે તથા શિવરૂપ (મંગળમય) છે, અચળ-સ્થિર, અજ–રોગરહિત, અનંતઅંત રહિત, અક્ષય–ક્ષય રહિત, અવ્યાબાધ-બાધા પીડા રહિત, અપુનરાવૃત્તિ-જ્યાંથી ફરી પાછા ફરવું નથી એવા સિદ્ધગતિ નામના સ્થાનને જેઓ પામી ગયા છે એવા ભયને જીતનારા, રાગદ્વેષને જીતનારા એવા જિન ભગવાનને મારા નમસ્કાર થાઓ. નમસ્કાર થાઓ; શ્રમણ ભગવાન મહાવીરને કે જેઓ ધર્મની આદિ કરનારા છે, ચરમ તીર્થકર છે. પૂર્વ તીર્થકરોએ બતાવેલા અને અપુનરાવૃત્તિ-સિદ્ધગતિને પામવાની અભિલાષાવાળા છે. અહીં (સ્વર્ગમાં) રહેલો હું ત્યાં (દેવાનંદાના) ગર્ભમાં રહેલા ભગવાનને વંદન કરું છું. ત્યાં ભગવાન અહીં રહેલા મને જુએ આ પ્રમાણે ભાવના ભાવીને દેવરાજ દેવેન્દ્ર શ્રમણ ભગવાન મહાવીરને વંદન અને નમન કરે છે. વંદન તથા નમસ્કાર કરીને પોતાના શ્રેષ્ઠ સિંહાસન ઉપર પૂર્વ દિશા તરફ મોઢું કરીને બેસે છે. વિવેચનઃ પ્રસ્તુત સૂત્રનાં ત્રણ નામ ઉપલબ્ધ થાય છે. કલ્પસૂત્ર જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ, વગેરે આગમોમાં કેન્દ્ર દ્વારા વંદનમાં પ્રયુક્ત થવાથી તે શસ્તવના નામથી પ્રસિદ્ધ છે. અનુગદ્વાર સૂત્રના આદાનપદ નામના ઉલ્લેખ અનુસાર આ સ્તુતિનું “નમેત્યુનું નામ પ્રારંભિક પદ ઉપરથી પ્રચલિત થઈ ગયેલ છે. યોગશાસ્ત્ર પજ્ઞ વૃત્તિ, પ્રતિક્રમણ વૃત્તિ, વગેરે ગ્રંથોમાં તેનું નામ પ્રણિપ્રાત સૂત્ર (નમસ્કાર સૂત્રો આપેલ છે. આ સ્તુતિ અત્યન્ત પ્રભાવોત્પાદક છે. તેના એકેક અક્ષરથી ભકિતરસ ટપકે છે. આ સ્તુતિમાં તીર્થકરોના આધ્યાત્મિક ગુણોનું ઉત્કીર્તન સર્વત્ર ખીલી ઉઠે છે. આધ્યાત્મિક ઉત્કર્ષ માટે સાધકે દિન પ્રતિદિન એકસે આઠવાર શ્રદ્ધાની સાથે સ્મરણ કરવું જોઈએ. જે સાધક ભકિત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy