SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૨. કલ્પસૂત્ર આવાં બત્રીસ લક્ષણોથી યુક્ત વ્યકિત આકૃતિથી ભવ્ય, પ્રકૃતિથી સેમ્ય અને ભાગ્યશાળી હોય છે. વ્યંજનને અર્થ મસા, તલ વિગેરે છે. પુરુષના જમણા ભાગમાં તે ચિહને હોય છે ત્યારે ઉત્તમ ફળ દાતા માનવામાં આવેલ છે અને ડાબા ભાગમાં હોય તે મધ્યમ ફળદાતા હોય છે જ્યારે મહિલાઓને તે જ ડાબી તરફ હોય તે શ્રેષ્ઠ માનવામાં આવેલ છે. હસ્તરેખા વડે પણ માનવનાં ભાગ્ય અને વ્યકિતત્વની જાણ થઈ શકે છે. સામુદ્રિક શાસ્ત્ર અનુસાર માનવામાં આવે છે કે જેના હાથમાં વધારે પ્રમાણમાં રેખાઓ હોય છે અથવા ઘણીજ ઓછી રેખાઓ હોય છે તે દુઃખી હોય છે. જે વ્યકિતની અનામિકા આંગળીના પ્રથમ પર્વથી કનિષ્ઠિકા આંગળી મોટી હોય છે તે ધનવાન હોય છે, મણિબંધથી જે રેખા ચાલે છે તે પિતાની રેખા . કરમથી કનિષ્ઠિકા આંગળીના મૂળ તરફથી જે રેખાઓ ચાલે છે તે વિભવ અને આયુષ્યનાં પ્રતીક છે. આ ત્રણે રેખાઓ તર્જની અને અંગુઠાની વચ્ચે જઈને મળે છે. આ ત્રણે રેખાઓ જેમની પૂર્ણ અને દેષવર્જિત હોય તેઓ ધનધાન્યથી સમૃદ્ધ બને છે. પૂર્ણ આયુષ્યને ઉપભેગ કરે છે. જેના જમણા હાથના અંગૂઠામાં જવનું ચિન્હ હોય છે. તેને જન્મ શુકલ પક્ષમાં થયેલો હોય છે તથા તે યશસ્વી બને છે. પાણીથી સંપૂર્ણપણે ભરેલા વાસણમાં એક પુરુષ પ્રવેશ કરે, તે વખતે પાણી જે વાસણમાંથી બહાર નીકળે અને તે પાણી જે દ્રોણ (બત્રીસ શેર) પ્રમાણુ હોય તે તે પુરુષ માનયુક્ત કહેવાય છે. ત્રાજવામાં તોળવાથી જે અર્ધભાર (પ્રાચીન તેલ વિશેષ) પ્રમાણ હોય તે ઉન્માન યુત માનવામાં આવે છે. પોતાના આંગળાથી શરીરની માપને પ્રમાણે કહેવાય છે. તે આંગળાંથી માપતાં જેમનું શરીર એકસો આઠ આંગળની ઊંચાઈવાળું હોય તે ઉત્તમ પુરુષ, છનું અને ચોર્યાસી આંગળવાળા મધ્યમ પુરુષ, કહેવામાં આવે છે પરંતુ તીર્થકરને દેહ સર્વોત્તમ હોય છે. તે બધાં લક્ષણ, વ્યંજન, માન, ઉન્માન અને પ્રમાણથી યુકત હોય છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy