________________
૫૧
ગર્ભસંહરણ શુભ લક્ષણો, શુભ ચિહનો અને શ્રેષ્ઠ ગુણવાળા થશે, માન, ઉન્માન અને પ્રમાણથી યુક્ત, સર્વાગ સુંદર ચંદ્રની જેમ સૌમ્ય, કાન્ત, પ્રિય દેવકુમાર સદશ થશે.
- વિવેચનઃ ભારતીય સામુદ્રિકશાસ્ત્રમાં માનવશરીરના લક્ષણ, વ્યંજન અને હસ્તરેખાના સંબંધમાં ઘણા વિસ્તારથી વિવેચન કરવામાં આવ્યું છે. લક્ષણ માનવના વ્યક્તિત્વ અને કૃતિત્વનું પ્રતીક છે. તીર્થકર અને ચક્રવતી સમ્રાટના શરીર ઉપર એક હજાર આઠ લક્ષણ હોય છે. વાસુદેવના શરીર ઉપર એક આઠ અને સામાન્ય પ્રતિભાસંપન્ન વ્યક્તિના શરીર ઉપર બત્રીસ લક્ષણ હોય છે.
બત્રીસ લક્ષણની ગણનાના અનેક પ્રકાર છે. એક ગણના આ પ્રમાણે છે: (૧) છત્ર (૨) કમળ (૩) રથ (૪) વજા (૫) કાચબો (૬) અંકુશ (૭) વાવડી (૮) ધનુષ્ય (૯) સ્વસ્તિક (૨૦) તોરણ (૧૧) બાણ (૧૨) સિંહ (૧૩) વૃક્ષ (૧) શંખ, (૧૫) ચક્ર (૧૬) હાથી (૧૭) સમુદ્ર (૧૮) કળશ (૧૯) મહેલ (૨૦) મત્સ્ય (ર૧) જવ (૨) યજ્ઞરસ્તંભ (૨૩) સ્તૂપ (૨૪) કમંડલ (૨૫) પર્વત (૨૬) ચામર (૨૭) દર્પણ (૨૮) વૃષભ (૨૯) પતાકા (૩૦) લક્ષ્મી (૩૧) માળા (૩૨) મોર, ૧૦૪ ભાગ્યશાળી માનવના આ લક્ષણો હાથ કે પગ વગેરેમાં હોય છે. બીજી ગણુના આ પ્રમાણે છે.
(૧) નખ (૨) હાથ (૩) પગ (૪) જીભ (૫) હેઠ (૬) તાળુ અને (૭) નેત્રનાં ખૂણા-આ સાતે રકત-લાલ હોય. (૮) કાંખ (૯) હૃદય (વક્ષસ્થલ) (૧૦) ગળું (૧૧) નાસિકા (૧૨) નખ (૧૩) મુખ આ છે -એ અંગ ઊંચા-ઉન્નત હેય (૧૪) દાંત (૧૫) ત્વચા (૧૬) કેશ (૧૭) આંગળીઓના ટેરવાં (૧૮) નખ આ પાંચ નાના હોય-(૧૯) નેત્ર (૨૦) હૃદય (૨૧) નાસિકા (૨૨) હડપચી (૨૩) ભુજા–બાહુ આ પાંચ અંગ લાંબા હેય (૨૪) લલાટ (૨૫) છાતી (૨૬) મુખ આ ત્રણ વિશાળ હોય (૨૭) ડોક (૨૮) જાંધ અને (૨૯) પુરુષચિહન આ ત્રણ લધુ હોય (૩૦) સત્વ (૩૧) સ્વર અને (૩૨) નાભિ એ ગંભીર હોય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org