________________
કલ્પસૂત્ર
ધનજય રાજાની ધારણી રાણીથી પ્રિયમિત્ર ચક્રવતી થયા. છ પાટિલાચાર્યના પાવન પ્રવચન રૂપી પીયૂષનુ પાન કરીને મનમાં વૈરાગ જ્યાતિ પ્રજવલિત થઇ, દીક્ષા ગ્રહણ કરી. એક કરોડ વર્ષ સુધી સયમની કઠાર સાધના કરી. જ સમવાયાંગ સૂત્રમાં શ્રમણ ભગવાન મહાવીરના તીર્થંકરના ભવગ્રહણથી પૂર્વે છઠ્ઠો પાટ્ટિલના ભવ ગ્રહણ કર્યા અને એક કરોડ વર્ષ સુધી શ્રમણ પર્યાયનું પાલન કર્યું. ૫
૪૪
નવાંગી ટીકાકાર આચાર્ય અભયદેવે પ્રસ્તુત સૂત્ર ઉપર ટીકા કરતાં ભગવાનને પાલિ નામના રાજપુત્ર હાવાનુ લખેલ છે. ૬ ભગવાનના જીવે એ વખત પાટિલાચાર્યની પાસે પ્રવ્રજ્યા ગ્રહણ કરી પરંતુ સ્વયંનું નામ પાટ્ટિલ હતુ તે સમવાયાંગ સિવાય આવશ્યક નિયુક્તિ, ચૂર્ણ વગેરેમાં મળતું નથી. સંભવ છે કે પાટ્ટિલાચાર્યની પાસે પ્રવ્રજ્યા ગ્રહણ કરવાના કારણે પ્રિયમિત્ર ચક્રવર્તી જ પાટ્ટિલ કહેવાયા હાય-અથવા તા પ્રિયમિત્રનુ જ બીજું નામ પાટિલ હોય પરંતુ ગુરુશિષ્યના એક નામ હોવાથી ભ્રમ ન થઇ જાય તે દૃષ્ટિથી નિયુક્તિકાર આદિએ તે નામ નહિ આપેલ હોય. અમારી દૃષ્ટિથી પ્રિયમિત્ર જ પાટિલ હોવા જોઈ એ કેમકે તે જ છઠ્ઠા ભવમાં આવે છે તથા પ્રિયમિત્ર અને પાટ્ટિલ બન્નેની શ્રમણ પર્યાય એક વર્ષ કેટની છે,” આથી એમ સિદ્ધ થાય છે કે તે બન્ને જુદાજુદા નથી.
(૨૩) મહાશુક
ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરીને તે મહાશુક્ર કલ્પના સર્વાર્થ વિમાનમાં ઉત્પન્ન થયા. સમવાયાંગમાં મહાશુક્રના સ્થાને સહસ્રાર કલ્પના સર્વાર્થ વિમાનના ઉલ્લેખ છે. આચાર્ય અભયદેવે નામ નિર્દેશ કરેલ નથી. ઉત્તરપુરાણકારે પણ સમવાયાંગની માફ્ક જ સહસ્રાર ક્લ્પના નિર્દેશ કરેલ છે. ૯ નિયુક્તિકારે મહાશુક્રનું નામ ન આપતાં “સટ્ટે” જ લખેલ છે, આચાર્ય જિનદાસ મહત્તર તથા આચાર્ય મલયગિરએ મહાશુક્ર કલ્પના અ સર્વાર્થ વિમાન કરેલ છે, સત્તર સાગરોપમ સુધી ત્યાં દેવ સબધી સુખાને ઉપભાગ કરેલ છે,૯૧
૯૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org