________________
વિધિ-વિધાનોની વિવિધતા છે. અત્યંતરવિધિ વિષયો અને કષાયોને ક્ષીણ કરવાની છે. જગતના જીવો પ્રત્યે આત્મતુલ્ય ભાવના કેળવવાની છે. રાગદ્વેષને જીતવા એ આરાધનાનું હાર્દ છે.
સારવર્જિત આ સંસારમાં સર્વજ્ઞ પરમાત્માએ સારભૂત તત્ત્વોનું નિરૂપણ કરી જગતના જીવો પર અત્યંત કરુણા કરી છે. તેમાં નવપદજી શ્રેષ્ઠ સારભૂત અવલંબન છે. અજ્ઞાનવશ જીવ કર્મસત્તાથી પ્રભાવિત થયેલો છે. નવપદજીની શુદ્ધભાવે વિધિસહ આરાધના કરવાથી ધર્મસત્તાને મોકળાશ મળે છે ત્યારે આ કથાના નાયકોની જેમ અન્ય જીવો પણ ધર્મસત્તાના પ્રભાવથી સંસારનો છેદ કરવા સમર્થ બને છે. આ કાર્ય કદાય એક જન્મે ન થાય તો પણ, સાચા હૃદયથી કરેલું તપ-આરાધના અન્ય જન્મમાં સાથ આપી તેનો સંસ્કાર સાધકને સાચે માર્ગે લઈ જવા પ્રેરે છે.
આ કાળમાં સાક્ષાત્ મોક્ષ પ્રગટ થવાના નિમિત્તો ઉપલબ્ધ નથી, તેના સમયે પરમ પવિત્ર નવપદજીની આરાધનાથી મિથ્યાત્વ જેવા મહાદોષોનો નાશ થાય છે. અથવા સમિતિ આત્માઓને વિશેષ શુદ્ધ થવા આ આલંબન ઉપકારક છે તેમ શાસ્ત્રકારો કહે છે.
પ્રસ્તુત કથા શ્રીપાળરાજાના રાસ તરીકે ગ્રંથબદ્ધ સુપ્રસિદ્ધ છે અને લોકપ્રિય છે.
વિ. સં. ૧૭૩૮માં ઉપાધ્યાયજી શ્રી વિનયવિજયજી
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org