________________
મહારાજે આ ગ્રંથનો પ્રરંભ કર્યો હતો. પરંતુ તેઓનું સ્વાર્ગારોહણ થતાં બાકીની ગ્રંથરચના ઉપાધ્યાયજી શ્રીયશોવિજયજીએ પૂર્ણ કરી હતી. આમ જનતાને એક ગ્રંથમાં બે મહાપુરુષોની પ્રસાદીનો લાભ મળ્યો કહેવાય.
શ્રીપાળ રાજાનો રાસ ઘણા સમય પછી વાંચવામાં આવ્યો. તેમાંથી ભાવ ઉલ્લાસિત થતાં સંક્ષિપ્ત કથાનું સંકલન સહેજ થઈ ગયું. જો કે વિશેષતા તો સ્વશ્રેયની છે.
આજના યુગમાં જીવનની દોડમાં આવી સંક્ષિપ્ત કથાઓ જીવનમાં સવિચાર અને સદાચાર કેળવવામાં, તથા ધર્મશ્રદ્ધાને દઢ કરવામાં સહાયક બને છે. પુણ્ય-પાપનો ઘેરાવો કેવો સફળ છે તે સમજાય છે અને મુક્ત થવાની ચાવી મળે છે.
- મંગલમયી મયણા અને શીલવાન શ્રીપાળરાજાની સાધના, તેમનાં જીવનરહસ્યો આપણને પ્રેરણાદાયી બની રહે તેવી અભ્યર્થના.
પ્રસ્તુત કથાનાં રહસ્યો અને નવપદજીની આરાધનાની વિસ્તૃત માહિતી માટે જૈન પ્રકાશન મંદિર દ્વારા સંપાદક પંડિત શ્રી રસિકલાલ શાંતિલાલ મહેતા-રચિત શ્રીપાળ રાજાનો રાસ અને શ્રી સિદ્ધચક્ર આરાધક શ્રી બાબુભાઈ કડીવાળા પાસેથી શ્રીપાળ અને મયણાનાં આધ્યાત્મિક જીવન રહસ્યો વાંચવા, મનન કરવા અને જીવનમાં ગુંથવા જેવા છે. સંક્ષિપ્ત સંપાદન માટે આ બન્ને ગ્રંથકર્તાના ગ્રંથોની આ લેખનમાં પરોક્ષ પ્રેરણા મળી છે. Jain Education international Formate personal use only
membrary
US