________________
એમ માને કે કોઈ જાત બાકી ન હતી. એક વિચિત્ર મેળે જામ્યું હતું. તેમાં આ કૂબડે ઉપસ્થિત થયો.
સમય થતાં સરસવતીના રૂપના પ્રતીક સમી રૂપવાન ગુણસુંદરી દરબારમાં હાજર થઈ. સભા રાજકન્યાના રૂપને જોઈને સ્તબ્ધ થઈ ગઈ. રાજકન્યાએ હાજર રહેલા ઉમેદવરે તરફ એક વેધક નજર નાખી, પેલા કૂબડા તરફ જોતાં રાજકન્યાની દષ્ટિ ત્યાં ઠરી ગઈ. આ શું?
શ્રીપાળે પણ તે સમયે રાજકુંવરીને પિતાના અસલ રૂપનું દર્શન કરાવી દીધું.
અત્યંત સ્વરૂપવાન અને ગુણવાન એ આ રાજકુમાર કોણ હશે? તે મારી પ્રતિજ્ઞા પૂરી કરે તે મારા ધન
ભાગ્ય,
પણ આ શું? રાજકુંવરીએ પુનઃ શ્રીપાળ પ્રત્યે જેવું તે તદન કૂબાડાનું કુરૂપ જોઈ તે મૂંઝાઈ ગઈ.
સમય થતાં વિદ્યાચાર્યના આદેશ અનુસાર રાજામહારાજાઓ ઊઠવા લાગ્યા. પણ રાજકુંવરીની વીણાવાદનની કળા સામે સૌ ફીક્કા જણાયા. આથી ઘણાએ તે ઊઠવાનું સાહસ જ ન કર્યું.
આખી સભામાં સન્નાટો વ્યાપી ગયે. આ વખતે પણ પ્રતિજ્ઞા અધૂરી રહેશે? ત્યાં તે કુબડાજી ઊઠ્યા. લેકે હસવા લાગ્યા પણ કુબડાએ તે નિશ્ચિત મને વીણા હાથમાં લીધી. અને ડોકું ધુણાવ્યું કે વીણું તે બળેલા લાકડામાંથી બનાવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org