________________
થતા હતા.
અરેપણ આ શું? આ કન્યા તે માણસુંદરી જ છે ! પણ આ સુંદર નવયુવાન કોણ? મયણને તે કુષ્ઠરેગી સાથે પરણાવવામાં આવી હતી. કર્મ અને પિતાના પ્રારબ્ધને માનવાવાળી મયણાએ પતિને ત્યાગ કર્યો? એ વિચારથી તે દુઃખી થયે; તેના કરતા પિતાને અપકૃત્યને યાદ કરીને તે વિશેષ દુઃખી થયે, માનવમન કેવું વિચિત્ર છે? બહાર માં પીડાને નિમિત્ત ઊભા કરવાના અજ્ઞાનવશ અંતરંગમાં પડેલા અહમને તે જાણતું નથી. પરિણામે દુઃખને અનુભવ કરે છે.
પ્રજાપાળ રાજાની સવારી આગળ વધે છે. ત્યાં પુણ્યપાળે પિતાના મહેલમાંથી જોયું કે પ્રજા પાળના મુખ પર અત્યંત ખેદ છે. તેમણે વિચાર્યું કે મારે ધર્મ છે કે મારે તેમને સત્ય હકીક્ત જણાવવી, જેથી તેમનું દુઃખ દૂર થઈ શકે. આમ વિચારી તે તરત જ નીચે આવ્યું અને પ્રજા પાળ રાજાને ગ્ય આદરસત્કાર કરીને મહેલમાં લઈ ગયે. વળી ટૂંકમાં સર્વ બનાવ કહી સંભળાવ્યું. ત્યાં તે તેઓ શ્રીપાળના મહેલમાં આવી પહોંચ્યા.
માનવમનની વિચિત્રતા જુઓ – પળમાં હર્ષ, પળમાં શોક;
પળમાં સુખ, પળમાં દુઃખ. પ્રજાપાળ રાજાના મનમાં એકસાથે એટલા બધા આવેગે ઊભરાયા છે તે સ્તબ્ધ બની ઊભા રહ્યા. પાન જમાઈને જોઈને આનંદ, મયણાનું દુઃખ દૂર થયાને હર્ષ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org