________________
વર્ષને એ સુકુમાર રાજકુમારનું મુખ પુષ્પ કરમાય તેમ કરમાયું હતું. નિસહાય રાણી અત્યંત દુઃખી હતી. અંતે રાત થવા આવી. જગલના પશુઓના ભયાનક અવાજે અને સિંહની ત્રાડ પરાક્રમી પુરુષનું કાળજું કંપાવે તેવાં હતાં. કોઈ ઉપાય ન હતું. રાણીએ પરમાત્માના નામનું શરણ લઈ એક વૃક્ષ નીચે વિસામો કર્યો.
રાણના શીલના પ્રભાવે – પુદયે રાત્રિ નિવિને પસાર થઈ. પ્રભાત થયું પણ રાણી અને કુંવર માટે પ્રભાત પણ રાત્રિ જેવું હતું. બાળકે આંખ ખેલી અને પ્રથમ દૂધ માંગ્યું. રાજમહેલમાં કઢાયાં દૂધ અને બાળકના ભાગ્યને હવે ઘણું છેટું હતું. માતા પુત્રને સમજાવે છે, હવે શું કરવું તેને વિચાર કરે છે.
તે સમયે સાતસો કુકરેગીઓનું છું ત્યાંથી નીકળ્યું. પ્રથમ નજરે આવા મોટા સમૂહમાં કુરાગી જેઈને રાણી કંપી ઊઠી. પરંતુ તેને ખાત્રી હતી કે અતિસેનના સૈનિકે તેમને પકડવા પાછળ નીકળ્યા હશે. આથી ડૂબતે માણસ તરણું પકડે તેમ રાણુ કુમારને લઈને તે કેઢિયામાં ભળી તેમની સાથે આગળ ચાલી. તેની ધારણા પ્રમાણે તેમને પકડવા સૈનિકે આવી પહોંચ્યા પણ આવા બિહામણા કેઢિયાના સમુદાયને જોઈને તેઓ પાછા વળ્યા.
એક સંકટ ટળ્યું, ત્યાં બીજું સંકટ ઊભું થયું. અહો! કર્મ તારી ગતિ! કેડિયાની સાથે રહેવાથી શ્રીપાળને પણ કેકને રોગ લાશ પડયો તે જોઈને માતા અત્યતા દુખી થઈ. બાળકને ટોળામાં મૂકીને કોઢની દવા શોધવા તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org