________________
માત્ર પાંચ વર્ષને હતે. રાણના દુઃખશેકને પાર ન હતે, દુઃખના દિવસો કેમેય ખૂટતા નથી. અનુભવી મંત્રીએ રાણીને સમજાવીને શ્રીપાળકુવરને રાજ્યાભિષેક કર્યો અને રાજ્યવ્યવસ્થા સંભાળી લીધી.
પરંતુ દુર્ભાગ્ય તે આગળ ચાલતું હતું. શ્રીપાળના જ કાકા અજિતસેને દુબુદ્ધિવશ રાજ્ય પડાવી લેવા બાળ કુંવરને ઘાત કરવાનું કાવવું ઊભું કર્યું. પ્રમાણિક સેવક દ્વારા મંત્રીને આ કાવત્રાની ગંધ આવી ગઈ. તેણે તરત રાજમાતા અને શ્રીપાળને ગુપ્ત દરવાજેથી રવાના કર્યા, અને આશ્વાસન આપ્યું કે કુંવર જીવતે રહેશે, તે ભાવિમાં પિતાના બાહુબળથી રાજ્ય પુનઃ પ્રાપ્ત કરશે.
પુણ્ય પરવારે ત્યારે રાજા રંક બને, મહેલનાં સુખ માણનારા સેવકેથી સચવાયેલાં રાજમાતા અને રાજકુંવર જંગલમાં ચાલી નીકળ્યા. ઘડીક ચાલે છે, ઘડીક દોડે છે. પ્રારંભમાં તે રાજકુંવરને જંગલમાં ફરવાથી ખુશી થઈ પણ . બપોર ચડ્યા, ઉદરપતિનું કોઈ સાધન નથી. ઊઠતાંની સાથે અનેકવિધ ખાદ્યસામગ્રીનાં કીમતી પાત્રને બદલે આજે બંનેને સૂકા રોટલાના પણ ફાંફાં છે.
રાજકુંવરઃ “મા! હવે મહેલમાં ચાલોને, મને થાક લાગે છે. મારે ખાવું છે, હવે જંગલમાં ફરવું નથી.”
માતાની આંખમાં અશ્રુધારા વહી રહી છે. બાળકના ગાલને ચૂમે છે, વાંસે પંપાળે છે. અવાક રહીને કુંવરને ઊંચકીને આગળ વધે છે. મા-દીકરે ચાલીને અને દેડીને થાકયાં હતાં, પાંચ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org